Last Updated on March 16, 2021 by
અત્યાર સુધી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા ગુપ્ત સ્થળે લઇ જતી હતી પરંતુ હવે ભાજપનો વારો આવ્યો છે. ઊંઝા નગરપાલિકાની સત્તા મેળવવા ભાજપ અને અપક્ષ એમ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપે તેમના ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે.
પાલિકાની કુલ 36 પૈકી 19 બેઠકો ભાજપે પાતળી સરસાઇથી જીતી છે. બીજી તરફ કામદાર પેનલના 15 કોર્પોરેટરો તેમજ બે અપક્ષ કોર્પોરેટરની જીત થઇ છે. ભાજપને પાતળી બહુમતિ પ્રાપ્ત થઇ હોવાથી કોર્પોરેટરોનું હોર્સ ટ્રેડિંગ થવાની આશંકાએ ભાજપે પરિણામના દિવસે જ તેમના 19 કોર્પોરેટરોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. હવે બુધવારના રોજ ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે ત્યારે તમામ 19 સભ્યો બુધવારે સીધા જ નગરપાલિકા પહોંચશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31