Last Updated on March 26, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો સંકજો ધીમે ધીમે વધી રહ્યો છે, બીજી તરફ રાજ્યના સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોના કેસને લઈને આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાત્રિ કરફ્યૂ લાગુ થયો છે..આજથી ત્રણેય પ્રદેશોમાં રાતે 10થી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કોરોના ગાઈડલાઈનનું પણ સખ્ત પણે પાલન કરવાનુું રહેશે, બીજી તરફ સ્થાનિક પ્રશાસને પણ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.
દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાત્રિ કરફ્યૂ લાગુ થયો
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી – દમણ અને દિવ માં આજથી લાગુ કરાયો રાત્રી કર્ફ્યુ
- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી – દમણ અને દિવ માં આજથી લાગુ કરાયો રાત્રી કર્ફ્યુ,
- દા.ન.હ. અને દમણ પ્રદેશોમાં કોરોના સંક્રમણ વધતાં પ્રજાહિત માં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય.
- આજથી ત્રણેય પ્રદેશોમાં રાત્રે ૧૦ વાગ્યા થી સવારે ૫ વાગ્યા સુધી રહેશે રાત્રી કર્ફ્યું,
- આગામી તહેવારોને લક્ષમાં રાખી સામૂહિક જમાવડા પર પણ આજથી ત્રણેય પ્રદેશોમાં રહેશે પ્રતિબંધ.
- સ્થાનિક પ્રજાએ તેમજ પ્રવાસીઓએ કોવિડ – ૧૯ ગાઇડલાઈનનાં તમામ નિયમોનાં પાલન કરવું ફરજિયાત, પ્રશાસને કર્યા સૂચનો.
- ૨૬ માર્ચ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી અને ત્યારબાદ પ્રશાસન નાં નવા આદેશ સુધી આ નિર્ણય રહેશે યથાવત.
સ્થાનિક પ્રજાએ તેમજ પ્રવાસીઓએ કોવિડ – ૧૯ ગાઇડલાઈનનાં તમામ નિયમોનાં પાલન કરવું ફરજિયાત
આગામી તહેવારો પર સામુહિક જમાવડા પર પણ પ્રતિબંધ લાગી કરાયો છે..સાથેજ સ્થાનિક પ્રજા અને પ્રવાસીઓએ કોવિડ નિયમોના ફરજીયાત પાલનની પ્રશાસને સૂચના આપી છે..26 માર્ચથી 30 એપ્રિલ સુધી આ નિર્ણય લાગુ કરાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31