GSTV
Gujarat Government Advertisement

બેરોજગારી પૂરબહાર : ગુજરાતમાં સરકારી નોકરીના દાવાઓ પોકળ, આ આંકડાઓએ સરકારની ખોલી દીધી પોલ

સરકાર

Last Updated on March 6, 2021 by

થોડા દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા ગુજરાતના બજેટમાં સરકારે બે લાખ યુવાનોને નોકરીના દાવો કર્યા છે.પરંતુ રાજ્ય સરકારના સરકારી ભરતીના મોટાભાગના દાવાઓ પોકળ સાબિત થયા છે. કારણ કે, વિધાનસભા ગૃહમાં જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે માત્ર એક હજાર 777 બેરોજગારોને સરકારી નોકરી આપી છે અને રાજ્યમાં હજુ ચાર લાખ 12 હજાથી વધુ લોકો બેરોજગાર નોંધાયા છે.

  • બે વર્ષમાં માત્ર ૧,૭૭૭ યુવાનોને મળી સરકારી નોકરી
  • બે વર્ષમાં ૧૫ જિલ્લાના યુવાનોને નથી મળી સરકારી નોકરી
  • રાજ્યમાં કુલ ૪,૧૨,૯૮૫ યુવાનો બેરોજગાર
  • બે વર્ષમાં માત્ર ૧,૭૭૭ યુવાનોને મળી સરકારી નોકરી
  • બે વર્ષમાં ૧૫ જિલ્લાના યુવાનોને નથી મળી સરકારી નોકરી
  • રાજ્યમાં કુલ ૪,૧૨,૯૮૫ યુવાનો બેરોજગાર

કુલ બેરોજગારોમાંથી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ 95.01 % ટકા છે. જ્યારે 4.99 ટકા લોકો અર્ધ શિક્ષિત બેરોજગાર છે. આમ રાજ્યમાં કુલ 3 લાખ 92 હજાર 418 શિક્ષિત અને 20 હજાર 566 અર્ધ શિક્ષિત બેરોજગાર છે. રાજ્યના 33 જિલ્લા પૈકી 15 જિલ્લાના યુવાનોને છેલ્લા 2 વર્ષમાં સરકારી નોકરી અપાઈ નથી.

બેરોજગારી

સરકારે આપ્યા છે આ વચનો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે લોકોની રોજી-રોટી છીનવાઇ રહી છે ત્યારે સરકારે યુવાનોને આશ્વાસન આપતાં કહ્યું છે કે અમે બે લાખ યુવાનોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું, જ્યારે પાંચ વર્ષમાં 20 લાખ લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે બજેટની રજૂઆત કરતાં કહ્યું હતું કે અમે સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભરતી કરીને બે લાખ લોકોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું.

બેરોજગારી

એટલું જ નહીં પાંચ વર્ષમાં અલગ અલગ સેક્ટરમાં મળીને કુલ 20 લાખને રોજી મળે તેવી તકોનું સર્જન કરવાના છીએ. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા બોર્ડ નિગમ, સરકારી કચેરીઓ, ગ્રાન્ટેબલ સંસ્થાઓ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રાન્ટ આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને સરકાર પગાર ચુકવે છે, અત્યારે રોજગારી મોટો વિષય છે ત્યારે રોજગારીની આવશ્યકતા રહે છે. સરકાર દ્વારા સરકારી, અર્ધ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

જામનગરના યુવાનો બગડ્યા

રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. જામનગરના યુવાનોએ આ શિક્ષિત બેરોજારોના આંકડાઓ જોઈને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતો અને બેરોજગારીને આ દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી છે. આવનારા સમયમાં સરકાર રોજગારી તરફ ધ્યાન આપે અને યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે એ દિશામાં આગળ કામ વધારે એવી યુવાઓની માંગ ઉઠી છે અને વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડાઓને લઈને યુવાનોએ રોષ વ્યકત કર્યો હતો.

નીતિન પટેલે રોજગારીની તક અંગે કહ્યુ કે, “પાંચ વર્ષમાં યોગ્ય લાયકાત ધરાવતા ક્વોલિટી મેરીટ આધારિત બે લાખ યુવાનોને રાજ્ય સરકાર ભરતી કરશે. આ ભરતી રોજગાર મેળા દ્વારા ઉભી કરાશે. એ ઉપરાંત પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, ફાર્મા સેક્ટર, એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેક્ટરમાં યુવાનો માટે 20 લાખ યુવાનોની રોજગારી આપવામાં અમે પ્રયાસ કરવાના છીએ. જોકે, તમામ દાવાઓની આજે પોલ ખૂલી ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33