Last Updated on March 14, 2021 by
ભારત વિરોધી અને ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસને લઈને મોટો ખુલાસો થયો છે. આ સંગઠને સંયુક્ત રાષ્ટ્રને 10000 ડોલરનો ફાળો આપ્યો છે અને હવે સંગઠન સંયુક્ત રાષ્ટ્ર પર ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલા કથિત દુર્વ્યવહારને લઈને તપાસ કમિટિ બનાવવા માટે દબાણ કરી રહ્યુ છે.
કથિત દુર્વ્યવહારને લઈને તપાસ કમિટિ બનાવવા માટે દબાણ કરી રહ્યુ છે
સંયુક્ત રાષ્ટ્રના માનવધિકાર માટેના હાઈ કમિશનના પ્રવક્તાએ સિખ ફોર જસ્ટિસ પાસેથી ફાળો લીધો હોવાની વાતને સમર્થન આપતા કહ્યુ છે કે, એક માર્ચે અમને ઓનલાઈન ડોનેશન મળ્યુ હતુ. દરમિયાન અમેરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નૂને કહ્યુ છે કે, સિખ સમુદાય તરફથી 13 લાખ ડોલર આપવાનો વાયદો કરાયો હતો જેથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ખેડૂતો પર થયેલા દમન અંગે તપાસ સમિતિ બનાવી શકાય અને ભારત તરફથી ખેડૂતો સામે લગાવાયેલા રાષ્ટ્રદ્રોહના આરોપોની તપાસ થઈ શકે.
ખેડૂતો સામે લગાવાયેલા રાષ્ટ્રદ્રોહના આરોપોની તપાસ થઈ શકે
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની સમર્થક ગુરુપતવંત સિંહને ભારતે આતંકવાદી જાહેર કરેલો છે અને તે સિખ ફોર જસ્ટિસ સંસ્થાનો મહાસચિવ છે .તે સિખો માટેના જનમતસંગ્ર કરાવવાના કારસામાં પણ સામેલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31