Last Updated on March 16, 2021 by
બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં 72માં ગણતંત્ર દિવસ પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં વધતા કેસોને લઇ તેઓએ પોતાની યાત્રા રદ કરી હતી. રિપોર્ટ મુજબ, બોરિસ જોનસન આવતા મહિને અંતમાં ભારત આવશે. યુરોપિયન સંઘથી બ્રિટન બહાર નીકળ્યા પછી બોરીસ જોનસનનો પહેલો મોટો આંતરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ અંગે જાણકારી એમના કાર્યાલયે આપી છે.
બોરીસે ભારત આવવાનું આપ્યું હતું વચન
જણાવી દઈએ કે ગણતંત્રના દિવસે ભારતને શુભેચ્છા પાઠવતા જોનસને કહ્યું હતું કે, ‘આ વર્ષે ભારત આવવા માટે ઉત્સાહિત છું, જેથી આપણી મિત્રતાને મજબૂત કરી શકીએ, સબંધને આગળ વધારી શકાય, જેનો સંકલ્પ પીએમ મોદી અને મે કર્યો છે.’ તેમણે કહ્યું હતું કે, [‘માર મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિનમ્ર આગ્રહ પર આ ખાસ અવસર પર સાક્ષી બનવા માટે ઉત્સાહિત હતો, પરંતુ કોવિડ-19ને કારણે ઉભી થયેલી સમસ્યાના કારણે મારે લંડનમાં જ રોકાવું પડ્યું.’
તેમણે કહ્યું હતું કે, ‘બંને દેશ મળીને રસી વિકસિત કરવા અને એને બનાવવાનું કામ કરી રહ્યા છે, જે માનવતાને વૈશ્વિક મહામારીથી મુક્ત કરવામાં મદદ કાર્સે . બ્રિટન, ભારત અને ઘણા અન્યં રાષ્ટ્રોના સંયુક્ત પ્રયાસોના કારણે અમે કોવિડ-19 વિરુદ્ધ જીત મેળવવાની દિશા તરફ આગળ વધી રહ્યા છે.’
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31