GSTV
Gujarat Government Advertisement

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ, લોકોનો ભય દૂર કરવા લીધી રસી

બોરિસ

Last Updated on March 20, 2021 by

જે કોરોના વેક્સીન પર દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને (Boris Johson) તે જ રસી લગાવીને લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રી જૉનસનને શનિવારે ઑક્સફૉર્ડ એસ્ટ્રાજેનેકા (Oxford/AstraZeneca) વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. જણાવી દઇએ કે અનેક યુરોપીયન દેશોએ લોહી ગંઠાઇ જવાની આશંકાના પગલે ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી. વેક્સીનને લઇને દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે. જો કે વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ હવે વેક્સિનને સંપૂર્ણ રીતે સુરક્ષિત ગણાવવામાં આવી છે.

બોરિસ

લોહી ગંઠાવાના કોઈ પુરાવા નથી

રસી ઉપર ઉઠી રહેલા પ્રશ્નોના પગલે યુરોપિયન અને બ્રિટીશ ડ્રગ કંટ્રોલર સંસ્થાઓએ તમામ ઉપલબ્ધ ડેટાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું અને તે નિષ્કર્ષ પર આવ્યાં કે એસ્ટ્રાજેનેકા રસી લેવાથી લોહીના ગંઠાવાના કોઈ પુરાવા નથી. તેમ છતાં, લોકોમાં રસી વિશેનો ડર અને ચિંતા યથાવત્ છે, લોકોની આ ચિંતાને દૂર કરવા માટે વડા પ્રધાન બોરીસ જૉનસને કોરોના રસીનો ડોઝ લીધો છે. સાથે જ તેમણે લોકોને રસીકરણનો ભાગ બનવાની અપીલ પણ કરી છે.

ટ્વીટ કરીને લોકોને કરી અપીલ

પીએમ જૉનસને ટ્વિટ કરીને કહ્યું, ‘મેં હમણાં જ ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા રસીનો પ્રથમ ડોઝ લીધો છે. અવિશ્વસનીય વૈજ્ઞાનિકો, એનએચએસ સ્ટાફ અને સ્વયંસેવકો જેમણે આ બનવામાં મદદ કરી છે તે સહિત તે તમામનો આભાર, જેમણે આ કરવામાં મદદ કરી છે. આપણે જે જીવનને મિસ કરીએ છીએ તે જીવનમાં પાછા ફરવા માટે રસી લેવી એ શ્રેષ્ઠ વસ્તુ છે. ચાલો રસી લઈએ ‘

કોરોના

એમએચઆરએ એ આ સલાહ આપી

આ રસી ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેનું નિર્માણ એસ્ટ્રાજેનેકા અને ભારતના સીરમ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તે જ સમયે, યુકેની હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી એમએચઆરએ સલાહ આપી છે કે, જે લોકો આ રસી લીધા પછી સતત ચાર દિવસ માથાનો દુખાવો રહે, તેઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને રસી અંગેની શંકા દૂર કરવા માટે જ રસીકરણ કરાવ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33