Last Updated on March 7, 2021 by
છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોનાને ફેલાતો અટકાવવા તંત્ર તનતોડ મહેનત કરી રહ્યુ છે ત્યારે અડાજણ અને અઠવા ઝોનના મહિલા સહિત ત્રણ દર્દીઓનાં લેવાયેલા સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં યુકેના નવા સ્ટ્રેઈન કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી અમુક દર્દીઓના સેમ્પલ નવો સ્ટ્રેઈન કોરોના છે કે નહીં તે જાણવા માટે પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું
પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવે
ફેબુ્રઆરીના બીજા અઠવાડિયામાં શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અને અઠવા ઝોન વિસ્તારમા રહેતા એક વ્યક્તિનાં સેમ્પલ પુનાની લેબ.માં મોકલવામાં આવ્યા હતા.જેમાં આ ત્રણેયના રિપોર્ટમાં નવો સ્ટ્રેઈન પોઝિટીવ આવ્યો હતો. જેમાં અડાજણના 45 વર્ષના આઘેડ તથા 59 વર્ષથી પ્રોદ્ધા અને અઠવા ઝોનના 17 વર્ષના તરૂણનો સમાવેશ થાય છે.જોકે આ કારણે દર્દીની તબીયત સારી હોવાથી હોમ કોરોન્ટાઈ કરાયા છે. ત્રણમાંથી માત્ર 17 વર્ષના તરૂણની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જયારે તેમના સંપર્કમા આવેલા વ્યક્તિઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
ત્રણમાંથી માત્ર 17 વર્ષના તરૂણની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી
જે તમામનાં રોપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્રણેયની કોઈ વિદેશ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નહીં હતી.પણ કોઈના સંર્પકમા આવ્યા હોવાથી ચેપ લાગ્યો હોય શકે. નવા સ્ટ્રેઇનની ફેલાવાની ઇન્ટેન્સિટી વધારે છે. તે ઝપડથી ફેલાઈ છે.ત્યારે હવે તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ,ક્લસ્ટર સહિતની જરૂરી કામગીરી ફરીથી શરૂ કરી દેવાંમાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31