Last Updated on March 9, 2021 by
રાજ્યસભામાં દિવસની શરૂઆતમાં ત્રણ નવા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્રણેય સભ્યો ભાજપના છે. બે ગુજરાતના અને એક આસામના સાંસદનું રાજ્યસભામાં સત્તાવાર સ્વાગત થયું હતું. એ પછી રાજ્યસભામાં વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલના બેકાબૂ બનેલા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના કારણે ગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું. વિપક્ષના સાંસદોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવ વધારા મુદ્દે સરકારને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.
વિપક્ષના સાંસદોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવ વધારા મુદ્દે સરકારને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો
સભાપતિ વૈકેયા નાયડુએ રાજ્યસભામાં કહ્યું હતું કે વિપક્ષના નેતા ખડગેએ તેમને નિયમ 267 અંતર્ગત બીજી કામગીરી સૃથગિત કરીને પેટ્રોલ-ડીઝલની ચર્ચા માટેની વિનંતી કરતી અરજી કરી છે, પણ એ સ્વીકારવામાં આવી નથી. આ જાહેરાત પછી વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષના નેતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે પેટ્રોલ-ડીઝલના મર્યાદ ભાવ વધારામાંથી કેન્દ્ર સરકારે 21 લાખ કરોડની કમાણી કરી લીધી છે. લોકો પરેશાન છે ને સરકાર નફાખોરી કરી રહી છે એવા નિવેદન પછી ભારે હોબાળો થયો હતો. એ જ રીતે લોકસભામાં પણ વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવવધારા માટે ચર્ચા કરવાની માગણી કરી હતી. લોકસભામાં બે સીટિંગ અને સાત પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ પછી તુરંત જ હોબાળો થયો હતો. વાતાવરણ ભારે તંગ થઈ જતાં એક દિવસ માટે લોકસભા સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.
વાતાવરણ ભારે તંગ થઈ જતાં એક દિવસ માટે લોકસભા સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરાયો
દરમિયાન ગૃહના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સત્રને ટૂંકાવવામાં આવી શકે છે. નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેમને લોકસભાની કાર્યવાહી કરતાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવામાં વધારે રસ છે. ઘણાં પક્ષોએ રાજ્યસભાના ચેરમેન અને લોકસભા સ્પીકરને સત્ર વહેલું સમાપ્ત કરવાની વિનંતી કરી છે. આગામી દિવસોમાં આ અંગે બંને ગૃહોમાં નિર્ણય લેવાશે. સત્ર 8મી એપ્રિલ સુધી ચાલવાનું છે, પણ ઘટાડીને 27મી માર્ચ કરવાની વિનંતી થઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31