GSTV
Gujarat Government Advertisement

શું વાત છે/ ગૂજરાત વિદ્યાપીઠમાં યુજીસીની ટીમ ઓચિંતી ત્રાટકી, ગાંધીજીની સંસ્થામાં જ વ્યાપક પણે ગેરરીતિની ફરિયાદોથી હડકંપ

Last Updated on March 4, 2021 by

ગૂજરાત વિદ્યાપીઠના જ કર્મચારી દ્વારા વિદ્યાપીઠ મેનેજમેન્ટ સામે કરાયેલી ગેરરીતિની ફરિયાદો મુદ્દે યુજીસીની ટીમ આજે ઓચિંતી તપાસ માટે આવી હતી. ચાર સભ્યોની ટીમે આખો દિવસ સુધી વિદ્યાપીઠમાં ડોક્યુમેન્ટની ચકાસણી સહિતની તપાસ કરી હતી.

UGC

હાલના ઈ.કુલસચિવ પાસે તમામ ડોક્યુમેન્ટ ચકાસણી માટે માંગવામાં આવ્યાં

વિદ્યાપીઠના પૂર્વ રજિસ્ટ્રાર દ્વારા ભરતી-નિમણૂંકોમાં મોટા પાયે ગોટાળા કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાની અને નાણાંકીય ઉચાપતો પણ થઈ હોવાની ફરિયાદો થઈ હતી. આ ફરિયાદો યુજીસીને કરાયા બાદ યુજીસીની ટીમ આક્ષેપો સાચા છે કે ખોટા તેની તપાસ માટે આજે આવી હતી. યુજીસીના ચાર ઉચ્ચ અધિકારીઓની ટીમ આજે સવારે ઓચિંતી તપાસ માટે આવી પહોંચી હતી અને આખો દિવસ વિદ્યાપીઠમાં રોકાઈને અધિકારીઓને હાલના ઈ.કુલસચિવ પાસે તમામ ડોક્યુમેન્ટ ચકાસણી માટે માંગ્યા હતા.

આ તપાસ કમિટી આવતી કાલે પણ આવી શકે છે. કમિટી સંપૂર્ણ તપાસ બાદ યુજીસીને રિપોર્ટ સોંપશે. તાજેતરમાં ગૂજરાત વિદ્યાપીઠના મંડળની મીટિંગ મળી હતી. જેમાં કોન્વોકેશન અને નવા કુલનાયકની નિમણૂંક માટેની સર્ચ કમિટીના સભ્યોની બાદબાકી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

યુજીસીએ વિદ્યાપીઠને નોટિસ આપી 2019ના રેગ્યુલેશન્સ મુજબ સર્ચ કમિટી રચવાનો આદેશ કર્યો હતો.

મંડળની મીટિંગ બાદ સર્ચ કમિટીમાંથી મંડળના પ્રતિનિધિ સભ્ય અરવિંદ દેસાઈને દૂર કરવામા આવ્યાં હતાં. વિદ્યાપીઠે જુના રેગ્યુલેશન્સ મુજબ જે ત્રણ સભ્યોની સર્ચ કમિટી રચી હતી તેમાં ચેરમેન તરીકે કુલપતિના પ્રતિનિધ અને એક સભ્ય બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રતિનિધિ અને ત્રીજા સભ્ય તરીકે ટ્રસ્ટી મંડળના સભ્ય હતા. પરંતુ આ મુદ્દે ફરિયાદ બાદ યુજીસીએ વિદ્યાપીઠને નોટિસ આપી ૨૦૧૯ના રેગ્યુલેશન્સ મુજબ સર્ચ કમિટી રચવાનો આદેશ કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33