GSTV
Gujarat Government Advertisement

Idea of Bharat પર UGCના સિલેબસ પર ઓવૈસીને પડ્યું વાંકુ, બાબરને આક્રમણકારી તરીકે ઉલ્લેખતા મીડિયા સામે સાર્યા આંસુ

Last Updated on March 24, 2021 by

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એક વૈધાનિક એકમ છે, કે જે વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષા સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓની એક જવાબદાર સંસ્થા છે. UGC એ તાજેતરમાં જ BA ઇતિહાસના પાઠ્યક્રમનો એક ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો, જે ભારતીય ઇતિહાસના તમામ પહેલુઓ પર પ્રકાશ પાડે છે. UGC ના આ પ્રયાસને કારણે અનેક બુદ્ધિજીવી અને નેતાઓ ચિંતામાં છે, જેમાં અસદુદ્દીન ઓવૈસી મુખ્ય રીતે શામેલ છે.

ધ આઈડિયા ઓફ ભારત

બીએ ઇતિહાસનું પહેલું પેપર ‘આઈડિયા ઓફ ભારત’ પર આધારિત છે. આ ભારત વર્ષની અવધારણા, ભારતીય જ્ઞાન પરંપરા, કલા અને સાહિત્ય, ધર્મ, વિજ્ઞાન, જૈન અને બૌદ્ધ સાહિત્ય, ભારતીય આર્થિક પરંપરા અને એવા અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. તેમાં, વેદ, ઉપનિષદ, મહાન ગ્રંથ, જૈન અને બૌદ્ધ સાહિત્ય, વસુધૈવ કુટુંમ્બક્મની અવધારણા, ભારતીય અંક પદ્ધતિ અને ગણિત, સમુદ્રી વેપાર વગેરે સમાવેશ કરવામાં આવ્યાં છે.


ડ્રાફ્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ પથ્ય ક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રાચીન ભારતના નાગરિકોના પ્રારંભિક જીવન અને સંસ્કૃતિથી પરિચિત થશે અને તે સમાજની વ્યવસ્થા, ધર્મ પદ્ધતિ અને રાજનૈતિક ઇતિહાસને જાણી શકશે. આ પાઠ્યક્રમનું એક ઉદ્દેશ્ય એ પણ છે કે વિદ્યાર્થી ભારતમાં સતત થયેલ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોનો પણ અભ્યાસ કરી શકે.

સિંધુ-સરસ્વતી સભ્યતાની વ્યાખ્યા

આ સ્નાતક કોર્સનું ત્રીજું પેપર પ્રાચીન ભારતના ઇતિહાસ લેખન અને ઐતિહાસિક સ્ત્રોતોની વ્યાખ્યા સાથે સંબંધિત છે. જેમાં વૈદિક કાળ, જૈન અને બૌદ્ધ ધર્મના ઉદયથી સંબંધિત અનેક વિષયો છે. આ ખંડની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, જેમા સિંધુ-સરસ્વતી સભ્યતાના અસ્તિત્વ સાથે સંબંધિત તમામ પહેલુઓની વ્યાખ્યા કરવામાં આવી છે. આ સાથે જ હિંદુઓમાં ભેદ ઉત્પન્ન કરવા માટે પ્રચલિત કરવામાં આવેલી આર્ય આક્રમણની થિઅરીને પણ નકારવામાં આવી છે.

આક્રાંતા હવે આક્રાંતા જ કહેવાશે

અત્યાર સુધી સ્નાતક કાર્યક્રમોના ઇતિહાસના પુસ્તકોમાં બાબર અને તૈમૂરલંગ જેવાં આક્રમણકારીઓ માટે આક્રાંતા અથવા તો આક્રમણકારી જેવા શબ્દો ન હોતા લખવામાં આવતા પરંતુ UGC એ આ ડ્રાફ્ટમાં તેનો સ્વીકાર કર્યો છે.

બુદ્ધિજીવીઓ અને નેતાઓનો વિરોધ

જો કે, જયારે ઇતિહાસમાં કોઈ પણ પ્રકારના સુધારની વાત આવે છે તો કેટલાંક રાજનૈતિક નેતાઓ અને સ્વઘોષિત બુદ્ધિજીવીઓને આ સુધારા આરએસએસનું ષડયંત્ર લાગે છે. વામપંથી પોર્ટલ ટેલિગ્રાફએ કેટલાંક શિક્ષકો અને વિદ્યાર્થીઓનું વક્તવ્ય છાયું છે કે વૈદિક અને હિન્દૂ ધાર્મિક ગ્રંથિનો ઉપયોગ કરીને શિક્ષણનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. આ શિક્ષાઓ અને વિદ્યાર્થીઓએ એ પણ ચિંતા વ્યક્તિ કરી છે કે આઈડિયા ઓફ ભારત પાર આધારિત પાઠ્યક્રમથયુ મુસ્લિમ શાસનકાળનું મહત્વ ખતમ થઇ જશે.

ટેલિગ્રાફે દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજના એક અજાણ્યા વિદ્યાર્થીનું નિવેદન પ્રકાશિત કર્યું હતું કે, તેઓ “આઈડિયા ઑફ ઈન્ડિયા” દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મહિમાથી દુ:ખી છે. દિલ્હી યુનિવર્સિટીના શ્યામલાલ કૉલેજમાં સહાયક પ્રોફેસર જીતેન્દ્ર મીણાજી પણ દુ:ખી છે કે નવો અભ્યાસક્રમ ધર્મ નિરપેક્ષ સાહિત્યની જગ્યાએ ધાર્મિક સાહિત્યનો મહિમા કરે છે અને મોગલ ઇતિહાસની અવગણના કરે છે.

આવાં મુદ્દાઓ પર ઓવૈસીએ કંઈ પણ ન બોલે તે અશક્ય છે. તેઓએ સીધો ભાજપ પર આરોપ લગાવ્યો કે, ‘ભાજપ તેની હિન્દુત્વની વિચારધારાને અભ્યાસક્રમમાં સમાવવાનું કામ કરી રહ્યું છે.’ ઓવૈસીએ એક ટ્વિટમાં કહ્યું કે, ‘શિક્ષણ એ કોઈ પ્રચાર નથી. ભાજપ હિન્દુત્વની વિચારધારાને પાઠયપુસ્તકોમાં સમાવી રહી છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પૌરાણિક કથાઓ શીખવવી જોઈએ નહીં.’ ઓવૈસીએ ડ્રાફ્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘અભ્યાસક્રમ મુસ્લિમ ઇતિહાસને મલીન કરી રહ્યો છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33