Last Updated on March 14, 2021 by
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી પણ વધુ કર્માચારીઓ જોડાશે. આ હડતાલમાં જાહેર ક્ષેત્રની સાથે-સાથે ગ્રામીણ બેંકો પણ સામેલ થશે.
આ બેંકો પણ જોડાવાની છે
બેંક યુનિયનનાં કેન્દ્રિય સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ હડતાળની ઘોષણા કરી છે, જેમાં દેશની સૌથી મોટી બેંક SBI, કેનેરા બેંક, અને બેંક ઓફ મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે
SBIનાં ગ્રાહકોને 14 માર્ચ રવિવારે UPI પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે યુઝર્સ યોનો, યોનો લાઇટ, નેટ બેંકિંગ અને ATM નો ઉપયોગ કરી શકે છે.
જો કે 15 અને 16 માર્ચે હડતાલથી કામકાજ પર ઓછી અસર પડશે કેમ કે હડતાળ દરમિયાન ટ્રાન્ઝેક્સનનાં અન્ય વિકલ્પો પણ ગ્રાહકો સામે હશે. ગ્રાહકો 15 અને 16 માર્ચે બ્રાંચમાં ગયા સિવાય પણ યુપીઆઇ પેમેન્ટ સર્વિસ દ્રારા પણ ટ્રાન્ઝેક્સન કરી શકે છે. તે જ પ્રકારે નેટ બેંકિંગ અને ATM નો ઉપયોગ કરી શકે છે.
ખાનગીકરણના વિરોધમાં હડતાળ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણનાં બજેટમાં IDBI Bank ઉપરાંત અન્ય બે સરકારી બેંકોનાં ખાનગીકરણની ઘોષણા કરવામાં આવી હતી, જેનો બેંકોનાં કર્મચારી યુનિયન સતત વિરોધ કરી રહ્યા છે, જે હવે હડતાળનું સ્વરૂપ લઇ રહ્યું છે.
પ્રાઈવેટ હાથોમાં જશે તેવો ડર
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં નિર્ણયથી સરકારી બેંકોનાં કર્માચારીઓમાં એ ભય ઘર કરી ગયો છે કે બેંક પ્રાઇવેટનાં હાથમાં જશે તો તેમના રોજગાર પર સંકટ આવી શકે છે, બેંક યુનિયનોની વાત માનીએ તો આ એક મિથ છે કે માત્ર પ્રાઇવેટ બેંકો જ કુશળ હોય છે. ખાનગીકરણ ન તો દક્ષતા લાવે છે ન તો સુરક્ષા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31