Last Updated on March 26, 2021 by
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ પોતાની પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાની કેટલીક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે ઓરેન્જ ડ્રેસ પહેરી પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. એમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે.
તેમણે પોતાના આ લુક સાથે ઓરેન્જ ટિન્ટ વાળા સનગ્લાસિઝ લગાવ્યા છે જે લુક તેમને ખુબ સૂટ કરી રહ્યો છે. તસ્વીરમાં શ્વેતા તિવારી ઓરેન્જ અને વ્હાઇટ કલરની ફ્લોરન્ટ પેન્ટ અને કોટ પહેરી જોવા મળી રહી છે અને તેમણે પ્લેન ગ્રે ટ્યુબ ટોપ પહેર્યું છે. એમની આ તસ્વીરને થોડા જ કલાકમાં લાખોમાં લાઇક્સ અને શેર મળી ગયા છે. ફેન્સ કોમેન્ટમાં શ્વેતા તિવારીની ખુબ તારીફ કરી રહ્યા છે.
સેલેબ્સે પણ બાંધ્યા તારીફના પુલ
આ ક્રમમાં ઘણા સેલિબ્રિટીઝએ પણ શ્વેતાની તારીફના પુલ બાંધ્યા છે. કરણવીર બોહરાએ લખ્યું, ‘એબ્સ કમલ લાગી રહ્યા છે મમ્મી.’ દિલજિત કોરે ફાયર ઈમોજી બનાવી લખ્યું, ‘ઉફ્ફ હોટિઝ.’ આ ક્રમમાં સૌમ્યા ટંડને પણ શ્વેતાની તસ્વીર પર લખ્યું, ‘તમારી મહેનત તમારી બોડી પર દેખાઈ રહી છે. દહાડી રહી છે યમ્મી મમ્મી.’
આવો હતો ફેન્સનો રિએક્શન
જ્યાં સુધી ફેન્સના કૉમેન્ટ્સની વાત કરીએ તો તેમણે લખ્યું, ‘ઓહ ગોડ..પ્લીઝ થોભી જાઓ અમે આટલી હોટનેસ સહન ન કરી શકીએ.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘છેલ્લા 20 વર્ષમાં તમારી ઉંમર જરા પણ વધી નથી.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘હે ભગવાન તમે તો એક સુપર મોમ છો.’ જણાવી દઈએ કે શ્વેતા તિવારીને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 20 લાખ લોકો ફોલો કરે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31