Last Updated on April 2, 2021 by
ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો ડિલિટ કરીને ફરીથી ચેતવણી આપી છે. ટ્રમ્પે પુત્રવધૂ લારાના ફેસબુક પેજમાંથી એક વીડિયો શેર કર્યો હતો. એ પછી ફેસબુકે પગલાં ભર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પુત્રવધૂ લારા ટ્રમ્પના ફેસબુક પેજમાંથી એક વીડિયો શેર કર્યો હતો.
એ વીડિયોમાં ટ્રમ્પે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકાયો તે મુદ્દે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. ફેસબુકે તેમના એકાઉન્ટ પર કાર્યવાહી કરી તેનાથી બચવા માટે તેમણે આ પ્રયાસ કર્યો હતો. આ વીડિયો પછી ફેસબુકે તુરંત એક્શન લીધું હતું.
ફેસબુકે એ વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો અને ટ્રમ્પને પ્લેટફોર્મમાંથી હટાવી દીધા હતા. એટલું જ નહીં, ફેસબુકે ચેતવણી આપી હતી કે જો બીજી વખત આવું થશે તો ટ્રમ્પના એકાઉન્ટ્સ પર લાગેલો પ્રતિબંધ લંબાવી દેવાશે. ફેસબુકે કહ્યું હતું કે ટ્રમ્પ પર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકાયો હોવાથી તેમના દ્વારા રજૂ થતી બધી જ સામગ્રી પ્રતિબંિધત છે. તેને ધ્યાનમાં રાખીને કંપનીએ એ પોસ્ટ હટાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટના પગલે ફેસબુકે તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. એ પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા બનાવવાની જાહેરાત પણ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31