GSTV
Gujarat Government Advertisement

કેરલ ઈલેક્શન માંથી બાહર થઈ ટ્રાન્સજેન્ડર અનન્યા, કહ્યું વેશ્યા તરીકે ચિત્ર રજુ કરી મારી નાખવાની આપી ધમકી

ટ્રાન્સજેન્ડર

Last Updated on April 3, 2021 by

કેરલ વિધાનસભામાં અત્યારે ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો ત્યારે અંહી એક ટ્રાન્સજેન્ડરે પણ ઉમેદવારી નોંધાવી ઈલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને મારી નાખવાની ધમકી મળતા તેઓ આ ઈલેક્શન પ્રક્રીયામાંથી બહાર નિકળી ગયા છે. જો વાત કરવામાં આવે તો અનન્યા કુમારી અલેક્સે જણાવ્યું કે (DSJP)ના નેતાઓએ મને (UDF) ઉમેદવાર પીકે કુન્હાલીકુડ્ડી સામે ખોટું બોલવા અને (LDF) સરકારની ટીકા કરવાની ફરજ પાડી હતી.

નેતાઓ માનસિક રીતે ત્રાસ આપતા હતા

અનન્યા અલેક્સે આક્ષેપ કરતા કહ્યું હતું કે ડેમોક્રેડિક સોશલ જસ્ટિસ પાર્ટી (DSJP)ના નેતાઓ તેમને માનસિક રીતે ત્રાસ આપતા હતા. સાથે તેમને ચૂંટણી પ્રચાર દરમ્યાન પોસ્ટરો પણ ન લગાડવાની મનાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અનન્યા કુમારીએ (DSJP) પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હતી. અનન્યા કેરલના મલપ્પુરમ જિલ્લાના વેંગારા નિર્વાચન મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ મત વિસ્તારમાં (UDF) પાર્ટીનું પ્રતિનિધત્વ કરનાર ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના પીકે કુન્હાલીકુડ્ડી અને લેફ્ટ (એલડીએફ)ના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી છે.

પાર્ટી દ્વારા મારો વિરોધ કરવામાં આવ્યો

અલેક્સે વધુમાં જણાવ્યું કે (DSJP) પાર્ટી દ્વારા મારો ઉપયોગ કરવામાં આવ્યો. મારી પાસે વ્યક્તિત્વ છે. સાથે તેમણે કહ્યું (DSJP)ના નેતાઓએ મને મારી નાખવાની ધમકી આપી વેશ્ય તરીકે મારું ચિત્ર રજુ કર્યું હતું. કેરલના ટ્રાન્સજેન્ડરના લોકોમાં પ્રતિનિધત્વ કરવા માટે ઈલેક્શનમાં ઉમેદવારી નોંધાવી હતી. અને પાર્ટી દ્વારા મને વેંગારા નિર્વાચન મત વિસ્તારમાંથી ઈલેક્શન લડવા માટે સૂચના આપવામાં આવી હતી. ઈલેક્શનમાં ઉમેદાવારી નોંધાવી એ મારી ઈચ્છા ન હતી. પાર્ટીએ બધું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે અનન્યા કેરલની પહેલી ટ્રાન્સજેન્ડર રેડિયો જોકી પણ છે. સાથે તે સ્થાનિક ચેનલોમાં સારી એવી મેકઅપ આર્ટિસ્ટ અને ન્યુઝ એન્કર તરીકે પણ કામ કરી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33