GSTV
Gujarat Government Advertisement

કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન

Last Updated on February 25, 2021 by

કોરોના મહામારી દરમિયાન અનેક ઉદ્યોગ જગતને મોટા ફટકાઓ પડ્યાં છે. એમાંનો એક સૌથી મોટો ઉદ્યોગ છે ટુરિઝમ ઉદ્યોગ કે જેને કોરોના કાળમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે આ એક એવો ઉદ્યોગ છે કે, જે ક્યારેય બંધ નથી રહેતો. પરંતુ આ વખતે કોરોના મહામારીમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાતા ટ્રેન અને ફ્લાઇટોના આવનજાવન પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હજુ પણ ઘણાં દેશોમાં કોરોનાના કેસો વધારે હોવાથી લોકડાઉનની સ્થિતિ યથાવત છે. એવામાં ઘણાં દેશોમાં હજુ પણ ટુરિઝમ ઉદ્યોગની શરૂઆત યોગ્ય રીતે નથી થઇ.

લોકો કોરોનાના ભયને કારણે યાત્રા કે પ્રવાસે ફરવા જવાનું ટાળે છે. ત્યારે ટુરિઝમ ઉદ્યોગને ફરીથી પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ, વડોદરા અને સુરતમાં ‘ટુરિઝમ લીડર કલબ’ દ્વારા સીમ્પથી ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં ટુરિઝમ સાથે સંકળાયેલા ભાગીદારોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે જ લોકલ ફોર વોકલ અને ઓનલાઈન બુકિંગનો વિરોધ કરવામાં આવશે.

‘ટુરિઝમ લીડર્સ ક્લબ’ ના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘ઘણી હોટલોમાં સ્ટાફ પાસે એક વર્ષથી રોજગાર નથી. અડધા પગારથી સ્ટાફ ગુજરાન ચલાવે છે. ટ્રાવેલ એજન્ટોની આત્મહત્યાના પણ બનાવો બની રહ્યાં છે. આ ઉપરાંત ટેકસી, બસ, એરલાઈન્સ સહિતના ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકો નિરાશામાં જીવન જીવી રહ્યાં છે. જેથી તેમને બિરદાવીને પ્રોત્સાહન આપવાનો આ ડ્રાઈવનો મુખ્ય ઉદેશ છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33