Last Updated on March 19, 2021 by
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત દ્વારા ફાટેલી જીન્સ પર આપેલા નિવેદન પર મચેલા હોબાળા બાદ સીએમના પત્ની બચાવમાં ઉતરી આવ્યા છે. તેઓ વીડિયો દ્વારા પોતાનું નિવેદન આપી પતિનો બચાવ કર્યો હતો. તેમને કહ્યું કે, સીએમની વાતનો સંદર્ભ બીજા નથી સમજ્યા.
મેરઠમાં રહેલા સીએમના પત્ની રશ્મિએ પતિ તીરથસિંહનો બચાવ કરતા કહ્યું કે, મહિલાઓની ભાગીદારી સમાજમાં અને દેશમાં અભૂતપૂર્વ છે. આપણાં દેશમાં મહિલાઓના ખભા પર તમામ જવાબદારી છે. મહિલાઓ આપણા સાંસ્કૃતિક વારસાને બચાવે અને અને આપણી વેશભૂષાને સાચવે.
એમ રાવતના ફાટેલી જિન્સના નિવેદનને કોંગ્રેસ અધ્યક્ષે વખોડ્યું હતું. તેમને કહ્યું કે મુખ્યપ્રધાને મહિલાઓની માફી માગવી જોઈએ. તો વળી ઉત્તરાખંડમાં સત્તા મેળવવા પ્રયાસ કરતી આપ પાર્ટીએ પણ સીએમના નિવેદનને વખોડ્યું હતું.
અમિતાભ બચ્ચનની નાતિનએ શરૂ કર્યું અભિયાન
આ પહેલા મિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ પણ સીએમ રાવતને રોકડું પરખાવ્યું છે. તેમણે સીએમ રાવતને પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી છે. નવ્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે અમારા કપડાં બદલતા પહેલા તમે તમારી માનસિકતા બદલો. અહીં માત્ર આ વાત હેરાન કરી દે છે કે સમાજને શું સંદેશો આપવામાં આવી રહ્યો છે. તો સાથે જ નવ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની એક ફાટેલા જીન્સનો ફોટો પણ શેર કર્યો હતો. તેમને લખ્યું હતું કે આવા કપડાં પહેરવાથી ઘણો ગર્વનો અનુભવ થાય છે.
શરૂ થઇ ગયું અભિયાન
નવ્યાના આ પોસ્ટ બાદ ઉત્તરાખંડ સીએમની મુસીબતો વધી અને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ એક અભિયાન શરૂ થઇ ગયું. આ અભિયાનમાં બૉલીવુડ સેલેબ્સ ખુલ્લી રીતે સામેલ થઇ રહ્યા છે. અનેક મહિલા નેતાઓ પણ આ મુદ્દે સીએમ તીરથસિંહના નિવેદનની ટીકા કરી રહી છે.
ગુલ પનાગે ફાટેલા જીન્સમાં શેર કર્યો ફોટો
ગુલ પનાગે સોશિયલ મીડિયા પર પોતાનો એક જૂનો ફોટો શેર કરી છે જેમાં તેમણે ફાટેલું જીન્સ પહેરેલું છે. ફોટા સાથે તેમણે કેપ્શનમાં #RippedJeansTwitter લખ્યું છે આટલું લખવું જ સંકેત કરે છે કે ગુલને સીએમ તીરથ સિંહ રાવતના નિવેદનથી વાંધો છે અને તેમને તેમની વિચારસરણી સામે ગુસ્સો પણ છે. ગુલના આ ફોટો પર એક ફેને કમેન્ટ કરતા પૂછ્યું હતું કે શું આ કમ્ફર્ટેબલ છે? તેના જવાબમાં ગુલે જવાબ આપતા લખ્યું છે કે આ જીન્સ 11 વર્ષ જૂની છે જે હવે ફાટી ગઈ છે. તેમણે જયારે આ ખરીદી ત્યારે તે સહીસલામત હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31