GSTV
Gujarat Government Advertisement

ઉત્તરાખંડમાં મોટો રાજકીય ઉલટફેર: લોકસભા સાંસદ તીરથ સિંહ રાવત બનશે નવા સીએમ, આજે જ લઇ શકે છે શપથ

Last Updated on March 10, 2021 by

દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં જે રાજકીય ભૂકંપ ચાલી રહ્યો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યો. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ હવે તીરથ સિંહ રાવત રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. બુધવારે દેહરાદૂન ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા મુખ્યમંત્રી માટે નામ સામે આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે નવા મુખ્યમંત્રી આજે એટલે કે બુધવારે જ શપથ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ ઉત્તરાખંડમાં રાજકારણ તેજ ગતિથી બદલાઈ રહ્યું છે. પક્ષના ધારાસભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ નારાજગી બાદ મંગળવારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. હવે, આજે દેહરાદૂનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર સર્વાનુમતી નક્કી કરવામાં આવશે.

લોકસભા સાંસદને મળ્યું સીએમ પદ

તીરથ સિંહ રાવત ઉત્તરાખંડના ગઢવાલ લોકસભા મતવિસ્તારથી સાંસદ છે. તેઓ ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. અને હાલ ભાજપના રાષ્ટ્રીય સચિવ છે, તેમના ઉપરાંત ભાજપમાં રાજ્ય કક્ષાએ અનેક પદો અને સમિતિઓના સભ્ય પણ રહી ચુક્યા છે.

કોંગ્રેસે કરી હતી નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ

ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે ઉત્તરાખંડમાં નવેસરથી ચુનરની કરાવવા માટેની માંગ કરી છે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં અસ્થિરતા લાવવા માટે જવાબદાર છે, તેને સરકાર બનાવવાનો કોઈ અધિકાર નથી.

ભાજપને નથી સરકાર બનાવવાનો અધિકારી : કોંગ્રેસ

ન્યુઝ એજન્સી સાથે વાત કરતા હરીશ રાવતે કહ્યું કે રાજ્યમાં ચહેરો બદલાવો એ વાતની સાબિતી છે કે ભાજપ નેતૃત્વ ઉત્તરાખંડમાં વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે, ભાજપ રાજ્યમાં રાજકીય અસ્થિરતા લાવવા માટે દોશી છે, તેને સરકાર બનાવવાનો કોઈ અધિકાર નથી. ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણીઓ થવી જોઈએ.

જણાવી દઈએ કે ત્રણ દિવસેથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે રાજીનામુ આપી દીધું હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવતે સાંજે સવા ચાર વાગે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ બેબી રાની મૌર્ય સાથે મુક્ક્ત કરીને પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33