GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

ઘર

Last Updated on March 2, 2021 by

શું તમે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો ? જો હાં તો ઘર ખરીદતા પહેલા તમે આ જરૂરી બાબતો ધ્યાનમાં રાખો કારણ કે, તમારો નિર્ણય તમને નાણાંકિય મુશ્કેલીમાં નાખી શકે છે. તો ઘરની પ્લાનિંગ કરતા પહેલા તમારે આ 5 વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આવો અમે તમને જણાવીએ આ વાતો અંગે.

 સૌ પ્રથમ તમારી આવક જોવો – જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે નિરન્તર આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે. કારણ કે જો તમને આવક દર મહિને નહીં થાય તો તમારે EMI ચુકાવવામાં મુશ્કેલી થઈ શકે છે. એવામાં જો તમે નોકરી કરો છો તો તમારે તમારી જોબ સિક્યોરિટી પણ જોવી જરૂરી હોય છે.

આકસ્મિક નિધિ હોવી જોઈએ – આ ઉપરાંત તમારે પહેલાથી જ કન્ટિન્જેંટ ફંડ બનાવી રાખવું પણ જરૂરી હોય છે. જો તમારી પાસે આકસ્મિક નિધિ હોય તો તમે સંકટના સમયે આ પૈસાની મદદથી તમારા ઘરની EMI ચુકવી શકો છો. આ ઉપરાંત ફાઈનાન્શિયલ સંકટમાં આ ફંટ તમને દરેક પ્રકારે મદદ કરે છે.

ચેક કરો ક્રેડિટ સ્કોર – ઘર ખરીદતા પહેલા તમે તમારો ક્રેડિટ સ્કોર જરૂર ચેક કરી લ્યો. જો તમારો સ્કોર 700 થી 800 વચ્ચે છે તો તમને ઓછા દરમાં સરળતાથી વ્યાજ મળી જાય છે. જણાવી દઈએ કે, ઉચ્ચ અથવા નિમ્ન ક્રેડિટ સ્કોરના કારણે લગભગ 1 % દર વર્ષે નક્કી કરેલ વ્યાજ દરોમાં અંતર હોય શકે છે.

ખરીદો રેડી ટૂ મૂવ ઘર – જણાવી દઈએ આ સમયે જો તમે ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે રેડી ટૂ મૂવ ઘર ખરીદવું જોઈએ. કારણ કે આ સમય વર્ક ઈન પ્રોગ્રેસ વાળા ઘર ખરીદવા માટે તમને પઝેશન મળવામાં મોડૂ થઈ શકે છે. કોરોના મહામારીના કારણે લોકોને પોતાના ઘરોના પઝેશન માટે ઘણી રાહ જોવી પડે છે.

હોમ લોન કરી લ્યો ચેક – માર્કેટમાં ઘણા બેંક અને NBFC હોમ લોન આપી રહ્યા છે. જો તમે 5-7 બેંક/NBFCથી વ્યાજ દર, પ્રોસેસિંગ ફી અને બાકીની ઔપચારિકતાને જાણી લોન લેશે તો તમને ઘણી સારી ડીલ મળી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30