GSTV
Gujarat Government Advertisement

VIDEO: બરફથી લદાયેલા આર્કટિકમાંથી એક સાથે 3 પનડુબ્બિઓ બરફની ચાદર ચીરીને બહાર નિકળી, વીડિયો જોઈ દુનિયામાં દહેશતનો માહોલ

Last Updated on March 27, 2021 by

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ આર્કટિક વિસ્તારમાં પોતાની સૈન્યની હાજરી વધારી દીધી છે. હાલમાં જ રશિયાએ આર્કટિક વિસ્તારમાં એક સૈન્ય અભ્યાસ કર્યો હતો. જેમાં રશિયા નૌસેનાની ત્રણ બૈલિસ્ટિક મિસાઈલથી લૈસ પરમાણુ પનડુબ્બિઓએ ભાગ લીધો હતો. આ પનડુબ્બીઓનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાથે આર્કટિકની કેટલીય મોટી બરફની ચાદરને ફાડીને બહાર આવતી દેખાઈ રહી છે.

રશિયન નેવી ચીફે રાષ્ટ્રપતિ પુતિનને આપી જાણકારી

રશિયન નૌસેનાના કમાંડર ઈન ચીફ એડમિરલ નિકોલોઈ ઈવમેનોવે રશિયાઈ આર્મ્ડ ફોર્સેઝના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેના વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યુ છે, જ્યારે એક સાથે ત્રણ ન્યૂક્લિયર પોવર્ડ મિસાઈલ કૈરિયર પનડુબ્બિ બરફની ચાદર ચીરીને ઉપર આવી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં પનડુબ્બિઓની ચહલપહલ તો રહી હતી, પણ આવો નજારો ક્યારેય જોવા મળ્યો નહોતો.

રશિયાના રક્ષા વિભાગે જાહેર કર્યો વીડિયો

26 માર્ચે રશિયાના રક્ષા મંત્રાલયે આ ઘટનાનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં આર્કટિક વિસ્તારમાં પોતાના નૌસૈનિકો યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, એક સાથે ત્રણ પરમાણુ પનડુબ્બિઓનું આર્કટિકની બહાર આવવું એ અભ્યાસનો એક ભાગ છે. જો કે, રશિયાના રક્ષા મંત્રાલયે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, યુદ્ધાભ્યાસમાં કેવા પ્રકારની પનડુબ્બિઓ ભાગ લઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33