Last Updated on March 18, 2021 by
વડોદરા નજીક આવેલા ખાનપુર ગામે કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દસ દિવસમાં કોરોનાના ૫૧ કેસો નોંધાતા અને એક સિનિયર સિટિઝનનું મોત થતાં તંત્ર પણ ચોંકી ઉઠયું છે. વડોદરા તાલુકામાં ૧૫૦0ની વસ્તી ધરાવતા ખાનપુર ગામમાં દસ દિવસ પહેલાં કોરોનાના કેસો બનતાં ત્રણેક પરિવાર ઝપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોમાં પણ છૂટાછવાયા કેસો બનવા માંડયા હતા.
વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય અમલદારના જણાવ્યા પ્રમાણે, આ મહિનામાં ખાનપુર ગામે કોરોના પોઝિટિવના ૫૧ જેટલા કેસો નોંધાયા છે. જે પૈકી ૪ જણા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે .જ્યારે,હજી ૩૪ જેટલા કેસો એક્ટિવ છે અને તેમની કોયલી પીએચસીની ટીમ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જ્યારે સરપંચના કહેવા મુજબ, ગામમાં દસ દિવસમાં જ કોરોનાના ૪૭ જેટલા કેસો બન્યા છે અને તેમાં ડાહ્યાભાઇ પટેલ નામના સિનિયર સિટિઝનનું ગઇકાલે મૃત્યુ થયું છે. ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે અને સંપૂર્ણ રીતે અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. આ પૈકી સૌથી વધુ ૩૫ જેટલા કેસો માત્ર પટેલ ફળિયામાં નોંધાયા છે.જ્યારે, ભાથીજી ફળિયામાં પાંચ કેસો અને એક કેસ પ્રજાપતિ ફળિયામાં નોંધાયો છે.
ખાનપુરમાં જનતા કર્ફ્યુ, પ્રવેશવાના માર્ગો પર આડશો મૂકી
વડોદરા નજીકના ખાનપુર ગામે કોરોનાના કેસો સતત બની રહ્યા હોવાથી જનતા કર્ફ્યુનો અમલ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ,ખાનપુર ગામે પ્રવેશવાના માર્ગો પર આડશો મૂકી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત ફળિયાઓમાં નો એન્ટ્રી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દુકાનો અને મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સરપંચના કહ્યા મુજબ, ગ્રામજનોને કોરોનાથી ડરવાને બદલે લડવા માટે શું કરવું જોઇએ તેની સૂચનાઓ લાઉડ સ્પીકર પર આપવામાં આવી રહી છે. જ્યારે,ફરજિયાત માસ્ક માટે સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31