GSTV
Gujarat Government Advertisement

વધુ સિરિયલ અથવા ફિલ્મો જોવાથી થઇ શકે છે તલાક, પાર્ટનરનું બીજા કોઈ પર આવી શકે છે દિલ

પાર્ટનર

Last Updated on March 12, 2021 by

શું તમે ટીવી જોવાનું પસંદ કરો છો ? જો હા છે તો એલર્ટ થઇ જાઓ! ત્યાં જ ટેલિવિઝન માટે તમારો પ્રેમ, અસલ મોહોબ્બતને દૂર ન કરી દે. એવું અમે નથી કહી રહ્યા, પરંતુ એક સ્ટડી અનુસાર વધુ ટીવી જોવું સબંધ પર નકારાત્મક અસર નાખે છે અને એના કારણે કપલના રસ્તા અલગ થઇ જાય છે અથવા ફરી સાથીને ચિટ કરવાની નોબત આવી જાય છે.
390 કપલ્સ પર થઇ સ્ટડી

એલબિયન કોલેજ દ્વારા કરવામાં આવેલ ‘માસ કમ્યુનિકેશન એન્ડ સોસાયટી’ નામની સ્ટડીમાં 390 વિવાહિત જોડાને સામેલ કરવામાં આવ્યા. એમાં એમના સબંધને લઇ સંતુષ્ટિ, રોમેન્ટિક રિલેશનશિપ, આશાઓ, કમિટમેન્ટ, ટીવી પર બતાવતો રોમાન્સ, ટેલિવિઝન જોવાનો સમય અને રિલેશનશિપના અન્ય પક્ષો પર સવાલ કરવામાં આવ્યા.

પાર્ટનરને લઇ બદલાઈ જાય છે વિચાર

રિસર્ચના રાઇટર ડોક્ટર જેરેમી ઓસ્બોર્ન અનુસાર, ‘સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એવા લોકો જે ટીવી પર બતાવાતી ભૂમિકા અને એમના રોમેન્સ પર વધુ વિશ્વાસ કરે છે, તેઓ રિયલ લાઇફમાં પોતાના સાથી પ્રતિ ઓછા કમિટેડ હોય છે. સાથે જ એવા લોકોએ પોતાના પાર્ટનર ઉપરાંતના બીજા વ્યક્તિ વધુ આકર્ષિત અને રસપ્રદ લાગે છે.

બધું નેગેટિવ લાગવા લાગે છે

સ્ટડીમાં એ પણ સામે આવ્યું કે જે લોકો પોતાની સ્ક્રીન પર બતાવતા રોમાન્સમાં વધુ ઈન્ટરેસ્ટે લે છે અને એના પર વિશ્વાસ રાખે છે, એમને પોતાના સબંધ પર નકારાત્મકતા વધુ દેખાય છે. જેથી તેમણે ‘રિલેશનશિપ કોસ્ટ્સ’નામ આપ્યું હતું. એમાં રિલેશનમાં આવ્યા પછી વ્યક્તિની પર્સનલ ફ્રીડમ ગુમાવવી, સમયનો હિસાબ ન રહેવો અથવા ફરી પાર્ટનરની અનએટ્રેક્ટિવ આદતો સામેલ છે.

ખોટી આશા ઉભી થાય છે

ઓસ્બોર્ન મુજબ, ‘આપડે એવા સમાજમાં રહીએ છે, જે ટીવી અથવા વેબસીરીઝ પર દેખાતી ફોટો અથવા વિડીયોમાં ખોવાય જાય છે. જો કે વધુ લોકોને એ વાત તો અંદાજ પણ નથી હોતો કે આ બધાની શું અસર થઇ રહી છે.’ રાઇટર મુજબ, એના કારણે લોકો વાસ્તવિકતાથી હટીને આશા વધુ ભેગી કરી લે છે, જે એમના રિલેશન પર અસર કરવાનું શરુ કરી દે છે.

અપેક્ષા એવી રાખો જે વાસ્તવિકતાથી નજીક હોય

સ્ટડી મુજબ, વધુ લોકો આ વાત જાણતા છે કે ફિલ્મમાં દેખાતી બધી વસ્તુ કાલ્પનિક હોય છે, છતાં એ એમના મૂળ પર અસર કરે છે. કપલ્સને જરૂરત છે કે તેઓ એમાં વધુ ઇન્વોલ્વ થવાથી બચે અને એ સમજે કે ટીવી, વેબ અથવા ફરી ફિલ્મોમાં દેખાટી વસ્તુ રિયલ લાઈફમાં અલગ હોય છે. અપેક્ષા એ રાખો, જે વાસ્તવિકતા નજીક હોય ના કે ફિક્શનલ કેરેક્ટરની.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30