Last Updated on March 3, 2021 by
ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત કરી છે. વિધાનસભા ગૃહમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 75 હજાર 971 કરોડની લોન લીધી હોવાનું જણાવ્યું છે. સરકારે વર્ષ 2019ની લોન 7.7 ટકાથી 8.79 ટકાના વ્યાજ દરે લીધી હતી. જ્યારે કે વર્ષ 2020માં 6.74 ટકાથી 9.22 ટકાના વ્યાજ દરે લોન લીધી હતી.
- સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત
- બે વર્ષમાં 75971 કરોડની લોન લીધી
- વર્ષ 2019ની લોન 7.77 % થી 8.79 ટકાના વ્યાજ દરે
- વર્ષ 2020માં 6.74 થી 9.22 ટકાના વ્યાજ દરે લોન લીધી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2021-22ના બજેટને આવકાર્યુ છે. તેમણે બજેટના વખાણ કરતા જણાવ્યું હતું કે, ઉત્તમથી સર્વોત્તમ તરફ જવા માટેનું આ બજેટ છે. બજેટમાં તમામ ક્ષેત્રને આવરી લેવાયા છે. રાજ્યમાં બે લાખ યુવાઓને સરકારી મેળશે અને 20 લાખ યુવાઓને ખાનગી સેક્ટરમાં નોકરી આપવાની કામગીરી કરવામાં આવશે. આપણું રાજ્ય પરપ્રાંતિઓને રોજીરોટી આપવામાં પણ સક્ષમ છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નવા કૃષિ ધિરાણ માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતોને સારા બિયારણ મળે તે માટે રકમની ફાળવણી કરાઈ છે. બજેટમાં ગરીબ, ખેડૂત અને યુવાઓના ઉત્થાન માટે જોગવાઈ કરાઈ છે. બજેટમાં ખેડૂતોની ચિંતા કરાઈ છે. બજેટમાં વીજદરમાં કોઈપણ પ્રકારનો વધારો પણ નથી કરાયો.
ઈતિહાસનું સૌથી મોટુ બજેટ રજૂ કરાયું
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોજનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો દાવો કરાયો છે. તો સાગરખેડૂના વિકાસ માટે 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરાઈ છે. બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણા પ્રધાન નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરી છે.
બજેટ પર નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
આ બજેટ તમામ ગુજરાતીઓની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરનારું બજેટ બની રહેશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. નીતિન પટેલે બજેટ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાત સરકારે બજેટમાં ગરીબ, વંચિતો તેમજ આદિવાસી સમાજની ચિંતા કરી છે. સરકારની વિવિધ યોજનાઓને કારણે આદિવાસીઓને રોજગારી તેમજ શિક્ષણ મળી રહેશે. આ ઉપરાંત ગુજરાતના દરેક નાગરિકને સારી આરોગ્ય સેવાઓ મળી શકે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31