GSTV
Gujarat Government Advertisement

સુરત/ હિટ એન્ડ રન કેસમાં રજૂઆત કરવા પહોંચેલા મહિલા કોંગ્રેસના સભ્યો જોડે પોલીસ કમિશ્નરે કરી ગેરવર્તણૂંક

Last Updated on April 3, 2021 by

સુરતમાં વેસુની હિટ એન્ડ રનની ઘટનાને લઈને રજુઆત કરવા પહોચેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશના સભ્યો જોડે શહેર પોલીસ કમિશનર દ્વારા ગેરવર્તણૂંકનો આક્ષેપ થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, સુરતની અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા દારૂના નશામાં પુરપાટ ઝડપે ગાડી હંકારતા 26 મી માર્ચના રોજ વેસુ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી.

આ ઘટનામાં ત્રણ લોકોને કાર ચાલક અતુલ વેકરિયાએ અડફેટે લેતા ઉર્વશી ચૌધરી નામની યુવતીનું કરુણ મોત થયું હતું.ઘટના બાદ ધરપકડ કરાયેલા બેકરી માલિક અતુલ વેકરિયાનો જામીન પર છુટકારો થયો હતો.જેના પાછળ પોલીસની ઢીલી તપાસ અને રાજકીય વગના કારણે અતુલ વેકરિયાને જામીન મળ્યા છે એવા આક્ષેપો કોગ્રેસ દ્રારા કરવામાં આવ્યા છે. જો કે પોલીસ દ્વારા કલમ 334 નો ઉમેરો ન કરાતા અતુલ વેકરિયાને સરળતાથી જામીન મળી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33