Last Updated on March 28, 2021 by
1.50 લાખની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ એસીબીએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા અને નિતુસિંહ અનિલ ત્રિપાઠીને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતાં. ત્યારબાદ બન્ને અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એસીબીએ એવી આશંકા સેવી કે, આરોપીઓની સાથે અન્ય અધિકારીઓની પણ સંડોવણીની શક્યતા છે.
બીજી તરફ કોર્ટે બંન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. ત્યારે એસીબીએ બંન્ને અધિકારીઓની મિલકતોની પણ તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીઓ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તપાસમાં સહકાર આપ્યો છે, જે જાણતા હતા, તે જણાવી દીધુ છે, મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગી રહી છે તે જોતા આરોપીઓની હાજરી વગર પણ તપાસ થઇ શકે છે. ત્યારે રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31