GSTV
Gujarat Government Advertisement

ઠગબાજ : એક નહીં અનેક જગ્યાએ તોડ કરી ચૂકી છે નકલી પત્રકાર હેમલ મિલન શાહ, જીએસટી અને આઈટી અધિકારીની આપે છે ઓળખ

Last Updated on March 8, 2021 by

રાજ્યમાં નકલી પત્રકાર બનીને ઠગ ટોળકી લોકોને લૂંટી રહી છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસાણાની NCBR નામની ખાનગી ચેનલ એક ઠગ મહિલા પત્રકારની આ વાત છે. આ મહિલા પત્રકારે અન્ય 3 લોકો સાથે મળીને નકલી ઇન્કમટેક્સ અને જીએસટી અધિકારી બનીને એક ફેકટરી માલિકને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં 1 લાખ 83 હજારથી વધુની રકમ લઇને ફરાર થઇ ગયા…જો કે આ ઠગ ટોળકીનો એક શખ્સ પોલીસને હાથ લાગી ગયો છે.

ચહેરો એક છે, પણ જુદા જુદા આઇડી કાર્ડ છે.

ક્યારેક સિટિઝન રાઇટ પ્રોટેકશન કાઉન્સિલનું આઇડી કાર્ડ તો ક્યારેય નેશનલ ક્રાઇમ ઇન્ટવેસ્ટીગેશન બ્યૂરોનું આઇડી કાર્ડ બનાવીને અત્યારસુધીમાં અનેક જગ્યાએ ઠગાઇ આચરી ચૂકી છે, હેમલ શાહ વિરુદ્ધ ભૂતકાળમાં અનેક પોલીસ ફરિયાદો થઇ ચૂકી છે. પરંતુ પોલીસ ચોપડે ગુનાઇત ઇતિહાસ ધરાવતી હેમલ શાહે આ વખતે તો તમામ હદોને પાર કરીને પોતાની ઓળખ ઇન્કમટેક્સ અને જીએસટીના અધિકારી તરીકે આપી દીધી.

તસવીરમાં દેખાય રહેલી આ ઠગબાજનું નામ છે

જી.જે.27 બી.એસ.8806 નંબરની કાર લઇને તેલના ડબ્બા ભરવાની આર.જે.પ્રોટિન્સ કંપની ખાતે પોતાના મળતીયાઓ સાથે ધસી ગયેલી હેમલ શાહે ફેકટરીમાં ઘૂસીને પોતે ઇન્કમટેકસ અને જીએસટીના અધિકારી તરીકેની ઓળખ આપીને ફેકટરીમાં કામ કરતા બે કર્મચારીના મોબાઇલ ઝૂંટવી લીધા.

જે બાદ ફેકટરીમાં રહેલી 1 લાખ 83 હજાર 350 જેટલી રોકડ રકમ ફાઇલો અને દસ્તાવેજ કબજે કરી લીધા.


આ દરમિયાન ફેકટરી માલિક જતિન પટેલને જાણ થતા તેઓ ફેકટરી ખાતે આવતા તેઓએ હેમલ અને તેના સાગરીતો પાસે આઇડી કાર્ડ માંગ્યા ત્યારે તેઓએ કાર્ડ ગાડીમાં પડયા છે તેવું કહીને તેઓ ગાડી પાસે ગયા અને ત્યારબાદ ગાડી લઇને ફરાર થઇ ગયા હતા આ દરમિયાન હાજર અન્ય કર્મચારીઓએ તેમની સાથે આવેલા મુકેશ ચાવડા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસને સોંપ્યો હતો.

કર્મચારીઓએ તેમની સાથે આવેલા મુકેશ ચાવડા નામના શખ્સને ઝડપી પાડ્યો

પોલીસ પૂછપરછમાં પકડાયેલ શખ્સ મુકેશ ચાવડાએ પોતે જીએસટી વિભાગમાંથી ન હોવાની કબૂલાત કરી હતી અને તે માત્ર હેમલ શાહને ઓળખતો હોવાની વાત કરી હતી..જ્યારે અન્ય બે શખ્સો કોણ હતા તે ન જાણતો હોવાનું કહેતા પોલીસે હેમલ શાહ સહિત અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.. મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપી એનસીબીઆર ચેનલની પત્રકાર હેમલ શાહની અટકાયત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે…જ્યારે હેમલ મિલન શાહનો ઇતિહાસ ખૂબજ ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે..

આ ઉપરાંત હેમલ મિલન શાહ સામે વર્ષ 2017 તેમજ 2019માં ચેરીટી કમિશનરની કચેરી માં ગુનો નોંધાયો છે.

તેમજ હેમલ શાહે સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના નામે પણ ફ્રોડ કરીને 19 લાખ 69 હજાર 604 રૂપિયા ભરવાની નોટિસ પણ આપી હતી..આમ આ ચહેરો પોલીસ ચોપડે ચઢી ચૂક્યો હોવા છતા તે બેખૌફ બનીને ગુના આચરતી રહી છે ત્યારે આ વખતે તેણે ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગનું નામ વટાવીને ગુનો આચર્યો છે ત્યારે પોલીસની કેટલી કડક કામગીરી રહે છે તે સમય જ બતાવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33