Last Updated on February 26, 2021 by
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં પૂરી થઇ ગઇ છે. જેના કારણે આ ટેસ્ટની બાકીના ત્રણ દિવસની ટિકિટ ખરીદનારા પ્રેક્ષકો હવે તેમને રીફંડ મળશે કે કેમ તેને લઇને મૂંઝવણમાં મૂકાયા છે. અગાઉથી ટિકિટ ખરીદનારાને રીફંડ આપવું કે કેમ તેનો નિર્ણય ક્રિકેટ એસો. દ્વારા લેવાતો હોય છે. અમદાવાદ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનો બુધવારથી પ્રારંભ થયો હતો.
પ્રેક્ષકો હવે તેમને રીફંડ મળશે કે કેમ તેને લઇને મૂંઝવણમાં મૂકાયા
ક્રિકેટપ્રેમીઓએ રજાને લીધે શનિવાર-રવિવારની ટિકિટ ખરીદી રાખી
ક્રિકેટપ્રેમીઓએ રજાને લીધે શનિવાર-રવિવારની ટિકિટ ખરીદી રાખી હતી. પરંતુ હવે આ ટેસ્ટ બે દિવસમાં પૂરી થઇ જતાં તેમણે ચૂકવેલા ટિકિટના નાણાનું હવે શું? રીફંડ મળશે કે કેમ? જેવા સવાલથી ક્રિકેટપ્રેમીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. જાણકારોના મતે બાકીના ત્રણ દિવસ માટે રીફંડ આપવું કે નહીં તે બાબતનો નિર્ણય ક્રિકેટ એસોસિયેશને લેવાનો હોય છે. કેટલાક એસોસિયેશન રીફંડ આપવાને સ્થાને પ્રેક્ષકને આગામી મેચની ટિકિટ પણ આપતા હોય છે.
સામાન્ય રીતે મેચ વરસાદ કે ખરાબ હવામનને કારણે રદ થાય તો જ રીફંડ આપવામાં આવતું હોય છે
સામાન્ય રીતે મેચ વરસાદ કે ખરાબ હવામનને કારણે રદ થાય તો જ રીફંડ આપવામાં આવતું હોય છે. પરંતુ હવે આ મુદ્દે આખરી નિર્ણય ક્રિકેટ એસોસિયેશન અને બીસીસીઆઇએ લેવાનો હોય છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં રીફંડ અંગે સવાલ કરવામાં આવતા આ ટેસ્ટનું ઓનલાઇન ટિકિટનું વેચાણ કરતી વેબસાઇટે ટ્વીટ કરી છે કે, ‘અમે આ મુદ્દે અમારી ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમને થોડો સમય આપો. અમે જે પણ નિર્ણય લઇશું તે ઓનલાઇન ટિકિટ ખરીદી હશે તેમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31