Last Updated on March 29, 2021 by
જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં એક મોટો આતંકી હુમલો થયો છે. સોપોરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન પર સોમવારે આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં PSO સહીત 2 લોકોના મોત થયા છે. તો આ હુમલામાં ફરીદા ખાન ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે ફરીદા ખાનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો આ હુમલા બાદ વિસ્તારમાં ફોર્સ ખડકી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં થયેલ આ હુમલામાં અનેક સ્થાનિક લોકોને પણ ઈજાઓ થઇ છે.
જાણવા મળી રહ્યું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં આવેલ લોન બિલ્ડીંગમાં આજે સોમવારે કાઉન્સિલરની બેઠક ચાલી રહી હતી. આ દરમ્યાન તે સ્થળે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો. આ હુમલામાં 2 બીડીએસ સભ્યો સહીત પાંચ પીએસઓ ઘાયલ થયા હતા. હુમલામાં આતંકીઓએ કાઉન્સિલરો પર અંધાધુન ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ કરીને આતંકીઓ ફરાર થઇ ગયા હતા.જોકે, ઘટના દરમ્યાન સ્થળ પર હાજર એક પોલીસના એક પીએસઓએ આતંકીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં, આતંકીઓના ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
કાઉન્સિલર અને પીએસઓ શહીદ
ઘટનાની જાણકારી મળતાની સાથે જ આસપાસના લોકો, પોલીસ અને સેનાના કેટલાંક જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને એમ્બ્યુલન્સથી લઇ જવામાં આવ્યા. ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ દરમ્યાન ત્યાંથી પસાર થનાર દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.તેની સાથે જ આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા બલોની તૈનાતી વધારી દેવામાં આવી છે. આતંકવાદીઓના આ હુમલામાં એક કાઉન્સિલર રિયાઝ અહમદ અને પોલીસના પીએસઓ મુશ્તાક અહમદ શહીદ થઇ ગયા છે. જયારે ફરીદા ખાન સુરક્ષિત છે. જોકે તેમની સ્થિતિ હાલ નાજુક હોવાનું જાણવા મળી રહયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31