Last Updated on March 25, 2021 by
સુરક્ષાદળોની આકરી કાર્યવાહીથી ડરી રહેલા આતંકીઓ વારંવાર પોતાની હરકતોથી ઉણા ઉતરતા નથી. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી ટીમને નિશાન બનાવીને આ વખતે આતંકીઓએ હુમલો કર્યો છે. જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે બે જવાન ઘાયલ થઈ ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજૂ સુરક્ષા જવાનોએ આતંકીઓને સબક શિખવાડવા માટે સર્ચ આપરેશન શરૂ કરી દીધુ છે.
3 સીઆરપીએફ જવાન શહીદ થયાં
આપને જણાવી દઈએ કે, ગુરૂવારે બપોરે લાવાપોર વિસ્તારાં આતંકીઓએ સીઆરપીએફ પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આઈજીએ ગુરૂવારે જણાવ્યુ હતું કે, આ હુમલામાં 3 સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે અન્ય જવાન ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
ભારતીય જવાનની એેકે 47 પણ છીનવી લીધી
આ હુમલો સીઆરપીએફની 73મી બટાલિયન પર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ જવાનોને એકે 47 પણ છીનવી લીધી હતી. પહેલાથી ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ શ્રીનગરમાં લાવાપોર વિસ્તારમાં સુરક્ષા જવાનોની ગાડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 જવાન શહીદ થયાં છે. તો વળી બે જવાન ઘાયલ થયા છે.
સર્ચ ઓપરેશન ચાલુ, સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
આ હુમલા બાદ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો છે. સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. આતંકીઓની તપાસ થઈ રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. સુરક્ષા દળોએ ચારેબાજૂથી વિસ્તારનો ઘેરાવ કરી લીધો છે. પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયુ છે.
READ ALOS
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31