GSTV
Gujarat Government Advertisement

ચાંદખેડામાં વહેલી સવારે ફાયરિંગ, પૂર્વ ભાડુઆતે ચલાવી ગોળી પણ નિશાન ચૂક્યું તો થયો બચાવ

Last Updated on February 25, 2021 by

પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષ બંધ કુલદીપ યાદવના ચાંદખેડામાં રહેતા ભાઈ પર અગાઉના ભાડુઆતે ફાયરિંગ કર્યું છે. જો કે તેઓએ સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા તેમનો આબાદ બચાવ થયો છે. પરંતુ, સામાન્ય ઇજા પહોંચી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા સંજય યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સોસાયટીમાં રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે, જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો અને તેને દેશી તમંચો બહાર કાઢીને કઈ પણ બોલ્યા વગર ફરિયાદીનું મોત નિપજવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જો કે ફરિયાદીએ સમય સૂચકતા વાપરી નીચે બેસી જતા તેમના ડાબા હાથના અંગુઠાના ભાગે અડીને નીકળી ગયેલ. જો કે તેના છરાથી ફરિયાદીના પેટના ભાગે અને અંગુઠાના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદીએ તેને પથ્થર મારવાની કોશિશ કરી હતી. પરંતુ, તે ભાગી ગયો હતો. જે બનાવની જાણ ફરિયાદીએ તેમના બનેવી ને કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

આરોપી જીતેન્દ્ર શર્મા ફરિયાદીના બનેવીનો પરિચિત હોવાથી તેને ચારેક વર્ષ પહેલાં મકાન ભાડે આપ્યું હતું. જ્યારે તે પરિચિત હોવાથી જે તે સમયે ફરિયાદીએ કોઈ ભાડા કરાર કે કોઈ પુરાવા લીધા ન હતા. જો કે ત્રણ વર્ષ સુધી રહ્યા બાદ તેને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ, ફરિયાદીએ તેની સાથે કોઈ સબંધ રાખ્યો ન હતો. સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33