Last Updated on March 1, 2021 by
દેશના તિરૂમાલાનાં સૌથી ધનિક મંદિરનો વહીવટ સંભાળી રહેલા તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ 2021-22 માટે 2,937 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. શનિવારે મોડી રાતે ટીટીડી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક વાય.વી. સુબ્બા રેડ્ડીની અધ્યક્ષતામાં મળી છે. જેમાં આ બજેટને મંજૂરી આપવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષનું બજેટ 2020-21નાં સુધારેલા અંદાજ કરતાં 10 ટકા વધારે છે. 2020-21માં મંદિરએ હુંડી અને અન્ય સંપત્તીઓની પ્રાપ્તીથી રૂ.1,131 કરોડની આવકનું અનુમાન લગાવ્યું છે. કુટીર દાન યોજના હેઠળ બિન-નફાકારક સંપત્તિ અને ખાલી કોટેજ માટે પણ 100 કરોડ રૂપિયાનું મુદ્રીકરણ ભંડોળની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
550 કરોડ તો વ્યાજમાંથી આવે છે રૂપિયા
કુટીર દાન યોજના હેઠળ બિન-નફાકારક સંપત્તિ
વ્યાજની આવકનું અનુમાન રૂ. 533 કરોડ લગાવાયું છે, જ્યારે પ્રસાદમની કમાણી 375 કરોડ રૂપિયા થાય તેવી આશા છે. દર્શનમ દ્વારા પ્રાપ્તીઓ રૂ .210 કરોડ અને કલ્યાણટક્કાથી રૂ .131 કરોડની આવક થાય તેવું અનુમાન છે. બોર્ડે એ પણ નિર્ણય કર્યો છે કે જો અયોધ્યા રામ મંદિર કન્સ્ટ્રક્શન ટ્રસ્ટ ટીટીડીને જમીન ફાળવે છે, તો તે અયોધ્યામાં શ્રીવારી મંદિર અથવા ભજન મંદિરમ અથવા સુવિધા કેન્દ્ર બનાવી શકે છે. ટીટીડીએ એ પણ ઘોષણા કર્યું કે મુંબઈ અને જમ્મુમાં શ્રીવારી મંદિરોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે.
બોર્ડે ગાયને ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરી
બોર્ડે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની પણ મંજૂરી આપી છે અને કેન્દ્રને પણ તેમ કરવાની ભલામણ કરશે. તબીબી સલાહ બાદ, તમામ ટીટીડી કર્મચારીઓને રસી લગાવવાનો પણ નિર્ણય બોર્ડે લીધો છે. બોર્ડે 14 એપ્રિલથી તિરુમાલા મંદિરમાં અર્જિતા સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડ દ્વારા ટીટીડી દ્વારા સંચાલિત તમામ છ વેદ પાઠશાળાઓને શ્રી વેંકટેશ્વર વેદ વિજ્ઞાન પીઠમનું નામ આપવાનાં પ્રસ્તાવને સમર્થન આપ્યું અને હાલમાં તમામ પાઠશાળાઓમાં વૈદિક શિક્ષકોનું મહેનતાણું 22,000 થી વધારીને 35,150 રૂપિયા વધાર્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31