GSTV
Gujarat Government Advertisement

આ રાજ્યમાં લાખો કર્મચારીઓને મોટી ભેટ! 1 એપ્રિલથી વધશે સેલરી, રિટાયરમેન્ટની ઉંમરમાં પણ વધારો

કર્મચારી

Last Updated on March 23, 2021 by

તેલંગાણા સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે તમામ સરકારી કર્મચારી અને શિક્ષકોના પગારમાં 30% ફિટમેન્ટ સાથે વધારાની ઘોષણા કરી છે. સાથે જ સેવાનિવૃત્તિની ઉમર 58થી વધારી 61 કરી દીધી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે વિધાનસભામાં ઘોષણા કરી. તેમણે કહ્યું કે આનાથી લગભગ 9.17 લાખ કર્મચારી અને પેંશનધારકોને ફાયદો થશે. એમાં કોન્ટ્રાકટ કર્મચારી અને આઉટસોર્સીંગ કર્મચારી પણ સામેલ છે. આ પગારમાં 1 એપ્રિલ, 2021થી વધારો થશે.

1 એપ્રિલથી વધશે સેલરી

રાવે કહ્યું કે, મને આ ઘોષણા કરતા ખુશી થાય છે કે રાજ્યએ તમામ કર્મચારીઓ અને શિક્ષકોના પગારમાં 30% ફટમેન્ટ વધારો કર્યો છે. આ આદેશ 1 એપ્રિલથી લાગુ થશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કારણે રાજ્યની અર્થવ્યવસ્થા પર અસર થઇ છે અને રાજકોષીય નુકસાનમાં અનપેક્ષિત વૃદ્ધિના કારણે 11મી વેતન સમીક્ષામાં વિલંબ થયો. જણાવી દઈએ કે આ પહેલા તેલંગાણામાં સરકારી કર્મચારીઓના પગારમાં 2014માં વધારો થયો હતો. એ સમયે સરકારે કર્મચારીઓ માટે 43% પગારમાં વધારો કર્યો હતો.

મહત્તમ ગ્રેજ્યુટી 12 લાખથી વધારી 16 લાખ કરવામાં આવશે

SALARY

રિટાયર્ડ કર્મચારીઓ માટે એક મોટી ઘોષણામાં મુખ્યમંત્રીએ કહ્યું કે પેન્શનના 15%થી વધુ માત્રાને વિસ્તરિત કરવાની વય મર્યાદા હાલના 75 વર્ષથી ઘટાડી 70 વર્ષ કરી દેવામાં આવશે. એ જ રીતે, રિટાયર્ડ કર્મચારીઓને આપવામાં આવતી મહત્તમ ગ્રેજ્યુટીને વર્તમાન 12 લાખ રૂપિયાથી વધારી 16 લાખ રૂપિયા કરવામાં આવશે.

એ ઉપરાંત, કોન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ(contributory pension scheme) હેઠળ આવનારા કર્મચારીઓને ફેમિલી પેન્શન આપવામાં આવે છે. તેમણે KGBV માટે કામ કરવા વાળી મહિલા કર્મચારીઓને 180 દિવસની મેટરનિટી લીવના વિસ્તારની પણ ઘોષણા કરી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30