Last Updated on March 21, 2021 by
અમદાવાદથી જેસલમેર જઈ રહેલા સ્પાઇસજેટના મુસાફરોના જીવ તે સમયે અધ્ધર થઇ ગયા જ્યારે સ્પાઇસ જેટનુ વિમાન ટેક્નિકલ કારણોને લીધે જેસલમેર એરપોર્ટના રનવે પર લેન્ડ ન કરી શક્યું. પાયલોટે ત્રણ વખત જુદા જુદા પ્રયાસો કર્યા તેમ છતાં લેન્ડિંગ સફળ ન થઇ અને લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં જ ચક્કર મારતું રહ્યું. લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં ઉડાતું રહ્યું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બાદમાં વિમાનને પરત અમદાવાદ લાવવામાં આવ્યું જ્યાં તેનું સફળ લેન્ડિંગ થયું. લગભગ 2 કલાક બાદ વિમાનને અન્ય પાયલટ દ્વારા જેસલમેર મોકલવામાં આવ્યા. મોડી સાંજે જેસલમેર એરપોર્ટ આખરે વિમાનનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.
સ્પાઇસ જેટની ઉડ્ડયન સેવા એસજી 3012એ અમદાવાદથી જેસલમેર માટે શનિવારે લગભગ 12.05 વાગે ઉડાન ભરી હતી. લગભગ 1 વાગે આ વિમાન જેસલમેર એરપોર્ટ નજીક પહોંચ્યું હતું. પાયલોટ દ્વારા વિમાનનું લેન્ડિંગ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે અસફળ રહ્યા. બાદમાં વિમાનને ફરી આકાશમાં લઇ જવાયું. અને ફરી 2 વખત જુદી જુદી દિશાઓ માંથી વિમાનને લેન્ડ કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ, કોઈ ટેક્નિકલ ખામીને કારણે વિમાનનું લેન્ડિંગ ન થઇ શક્યું.
આમ આ વિમાન લગભગ એક કલાક સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. બાદમાં લગભગ 2 વાગે વિમાનને પરત અમદાવાદ લઇ જવામાં આવ્યું. જયે તેનું 2.40 વાગે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. લગભગ 2 કલાક બાદ વિમાનને ફરીથી જેસલમેર લઇ જવામાં આવ્યું જે લગભગ 5.15 કલાકે જેસલમેર પહોંચ્યું જયા તેનું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
તો, વિમાનમાં મુસાફરી કરી રહેલા મયંક ભાટિયાએ આ ઘટનાની ખરાઈ કરતા જણાવ્યું કે અમદાવાદથી સ્પાઇસ જેટનું વિમાન એસજી 3014 પોતાના નિયત સમયે જેસલમેર જવા ઉડ્યું હતું. પરંતુ ટેક્નિકલ ખામીઓને કારણે જેસલમેર એરપોર્ટ પર રનવે પર પાયલોટ લેન્ડિંગ ન કરાવી શક્યો. જોકે પાયલતે ત્રણ વખત પ્રયાસો કર્યા હતા. એક વખત સાઉથ ટૂ નોર્થ એટલેકે ખૂહડી તરફથી અને 2 વખત નોર્થ ટૂ સાઉથ એટલે કે મૂલસાગર તરફથી લેન્ડિંગ કરાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ લેન્ડિંગ સફળ ન થઇ શકી. તેને કારણે દરેક વખતે લેન્ડિંગના પ્રયાસ બાદ પાયલટ વિમાનને પાછું આકાશમાં લઇ ગયો. લગભગ એક કલાક ઉડતું રહ્યું. જેને કારણે મુસાફરોમાં ગભરાહટ થવા લાગી. ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ વધુ ખરાબ હતી.
જેસલમેર એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર બીએસ મીણાએ પણ આ ઘટનાની ખરાઈ કરી હતી અને જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામીઓને કારણે અમદાવાદથી જેસલમેર આવનાર વિમાન સેવા પોતાના નિયત સમયે ટેક્નિકલ કારણોથી એક વાગે લેન્ડિંગ ન કરી શકી. અને પરત અમદાવાદ લઇ જવામાં આવી. બાદમાં સાંજે 5.15 કલાકે અમદાવાદથી જેસલમેર પહોંચી જ્યાંથી અમદાવાદ જનાર મુસાફરોને લઈને પછી ફરી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31