Last Updated on March 19, 2021 by
ઇંગ્લેન્ડ સામે રમાનાર વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ સામે ચોથા ટી-20માં શાનદાર અર્ધશતક ફટકારનાર સુર્યકુમાર યાદવબે વનડે ટીમમાં જગ્યા મળી છે.
An audacious first-ball six ?
— BCCI (@BCCI) March 19, 2021
A thrilling final over ?
A series-levelling win ?@surya_14kumar & @imShard – two stars of #TeamIndia‘s win in the 4th @Paytm #INDvENG T20I – chat up. ?? – By @RajalArora
Watch the full interview ? ?https://t.co/sUnrwPsHVi pic.twitter.com/YV8Oc1T7m1
તો, સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ વનડે સિરીઝ માટે ઇન્ડિયન સ્ક્વોડમાં જગ્યા મળી છે, વિજય હજારે ટ્રોફીમાં 14 વિકેટ લેનાર કર્ણાટકના પેસર કૃષ્ણાને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. વડોદરાના કપ્તાન કૃણાલે પણ વિજય હજારે ટ્રોફી 2020-21 સીઝનમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. તેમને 5 મેચોમાં 129.33ની સરેરાશથી 388 રન બનાવ્યા હતા, જેમાં 2 શતક અને 2 અર્ધશતક પણ સામેલ છે.
? Special praise for @surya_14kumar from Captain @imVkohli ?#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/SABIRmbzlL
— BCCI (@BCCI) March 18, 2021
ટીમ ઈન્ડિયા સ્ક્વોડ- વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋૃષભ પંત (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર
ડેબ્યુ ઇનિંગમાં અર્ધશતક ફટકારીને સૌને પ્રભાવીત કર્યા
જણાવી દઈએ કે સુર્યકુમાર યાદવે ડેબ્યુ ઇનિંગમાં અર્ધશતક ફટકારીને સૌને પ્રભાવી કરી દીધા હતા. તેમણે માત્ર 31 બોલ રમીને શાનદાર 57 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં તેમણે 3 સિક્સ અને 6 ફોર ફટકાર્યા હતા. સુર્યકુમારની આ બેટિંગના પ્રતાપે ભારત ઇંગ્લેન્ડને 8 રને હરાવવામાં સફળ રહ્યું હતું. સુર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે ટીમ ઇન્ડિયામાં સામેલ થવાના રૂપમાં તેમને વધુ એક પુરસ્કાર મળ્યો છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચનો વન-ડે સિરીઝ આગામી 23 માર્ચથી રમાશે. નિયત કાર્યક્રમ મુજબ સિરીઝની ત્રણેય વેન-ડે મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણેય મેચ 23, 26, અને 28 માર્ચના રોજ રમાશે. તમામ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે.
સુર્યકુમારે જે રીતે રમતની શરૂઆત કરી હતી તેની બધે ચર્ચા થઇ રહી છે. તેમણે જોફરા આર્ચરના બોલ પર સિક્સ માટેની રમતની શરૂઆત કરી હતી, સુર્યકુમારનો આ અંદાજ જોઈને વિરાટ પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો, તેમણે કહ્યું હતું કે નંબર 3 પર રમવા આવીને આમ કરવું સરળ નથી હોતું. જે રીતે તેમણે પોતાની ઇનિંગ અને ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત કરી છે તે જોઈને બધા જ દંગ રહી ગયા છે.
કોહલીએ કહ્યું હતું કે સુર્યકુમારે પોતાની પહેલી જ મેચમાં શાનદાર રમત દર્શાવી છે જેવી ઈશાને બતાવી હતી, બંને આઇપીએલમાં ઘણા જ નિર્ભય બનીને રમતા હતા. જણાવી દઈએ કે ઈશાન કિશનએ પણ પોતાના પહેલા ટી-20 મેચમાં 50 રન બનાવ્યા હતા. તેમણે ટી-20 સિરીઝના બીજા મેચમાં ડેબ્યુંએ કરવાની તક મળી હતી.
જાડેજા સિરીઝ માંથી બહાર
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે સિરીઝ માંથી બહાર રખાયા છે. જાડેજા કોણીમાં ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને બાદમાં ટી-20 સિરીઝ માંથી પણ બહાર રહ્યા હતા. જોકે, જાડેજાએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે ,તેઓ વન-ડે સીરીઝનો ભાગ નથી. તો સાથે સાથે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ વન-ડે સિરીઝ માંથી બહાર છે. ઇંગ્લેન્ડ સામે છોટા ટેસ્ટ અને પાંચ ટી-20 મેચની સિરીઝ બાદ તેમને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુમરાહે અંગત કારણો બતાવીને ચોથા ટેસ્ટ મેચ માંથી પોતાનું નામ પાછું લઇ લીધું હતી. બાદમાં તેઓએ લગ્ન કરી લીધા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31