GSTV
Gujarat Government Advertisement

ભાજપનું ઉધારીયું વિઝન: કેમ્પેઈન માટે બનાવેલા વીડિયોમાં કોંગ્રેસ સાંસદની પત્નીના ફોટાનો ઉપયોગ કર્યો, ચારેબાજૂ થઈ રહી છે ફજૈતી

Last Updated on March 31, 2021 by

તમિલનાડૂમાં પોતાની રાજકીય ભૂમિ મજબૂત કરવાના ચક્કરમાં ભારતીય જનતા પાર્ટીએ ફજૈતી વ્હોરી છે. ભાજપની તમિલનાડૂ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો, જે પ્રચારનો જ એક ભાગ હતો. પણ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવામાં આવી છે, તે કહેવાય છે કે, કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની પત્ની શ્રીનિધિ ચિદમ્બરમ હતી. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો, બીજેપીએ ટ્વીટ પરથી આ વીડિયો હટાવી દીધો હતો.

આપને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરના દિકરા અને કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરની પત્ની શ્રીનિધિ ચિદમ્બર એક કલાકાર છે, સાથે જ મેડિકલ પ્રોફેશનલ પણ છે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન અને મેનિફેસ્ટો જનતા સમક્ષ રજૂ કર્યો હતો, જેના માટે તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તમિલનાડૂના કલ્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીનિધિ ભરતનાટ્યમ કરતી દેખાઈ છે.

જે ગીતનો ઉપયોગ થયો છે, પણ કરૂણાનિધિએ લખેલુ છે

એટલુ જ નહીં, આ ભાગમાં જે ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ડીએમકેના પ્રમુખ રહેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ દ્વારા લખવામાં આવ્યુ હતું. ત્યારે કેમ્પેઈનમાં ભાજપનો આ વીડિયો મુશ્કેલીનું કારણ બન્યુ છે. સોશિયલ મીડિયા પર લોકો ભાજપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જે બાદ ભાજપે આ વીડિયો હટાવી દીધો હતો.

કોંગ્રેસ સાંસદે ટ્વિટ કરીને જાણકારી આપી

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી. તમિલનાડૂ કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ હતું કે, ભાજપે શ્રીનિધિની તસ્વીર મંજૂરી વગર જ ઉપયોગ કરવા લાગ્યા હતા. કેમ્પેઈન વીડિયોમાં જ સામે આવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનું આગવુ કોઈ વિઝન નથી.

આપને જણાવી દઈએ કે, તમિલનાડૂમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ વખતે ભાજપ અને AIADMK સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33