Last Updated on March 2, 2021 by
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન પછી આમ આદમી પાર્ટી(AAP) સુરત જિલ્લામાં તાલુકા પંચાયતની બેઠકમાં જીતથી ખાતું ખોલાવવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ગઢ ગણાતા કામરેજ તાલુકાના આંબોલી તાલુકાની બેઠક પર જીત મેળવી છે.
સુરતમાં કેજરીવાલનો કેજરીવાલે
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે. સુરતમાં 27 સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સુરતમાં રોડ શો કરીને સૌરાષ્ટ્રવાસીઓને રિઝવ્યા હતા. જેથી સૌરાષ્ટ્રમાં આપના દેખાવ પર તમામની નજર છે.
આજે મત ગણતરી
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. ઉલ્લેખનીય છે કે તમામ જીલ્લા પંચાયત નગરપાલિકા તથા તાલુકા પંચાતની બેઠકોની ચૂંટણીની પરિણામોની ગણતરી શરૂ થઈ ગયું છે. તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી યોજાઈ રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31