Last Updated on March 4, 2021 by
ઉત્તર પ્રદેશના આગરામાં સ્થિત તાજમહેલમાં બોમ્બ રાખવાના કોલ પછી ખાલી કરી દેવામાં આવ્યું છે. જો કે બોમ્બની ખબર ખોટી નીકળી છે. બોમ્બ રાખવાનો કોલ આવતા જ તાજમહેલમાં અચાનક પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા. એને લઇ પર્યટકો અને સીઆઈએસએફના જવાનો વચ્ચે નોકજોક પણ થઇ તપાસ પછી તાજ મહેલ ફરી ખોલી દેવામાં આવ્યો છે.
અજાણ્યા શખ્સે કોલ કરી આપી હતી માહિતી
પોલીસને અજાણ્યા શખ્સે ફોન પર વિસ્ફોટકો હોવાનું જણાવ્યું હતું.બોમ્બની જાણ થતાં જ તાજમહેલ સંકુલમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. હાલમાં પોલીસે ફોન કોલ અંગે તપાસ શરૂ કરી છે. આખા તાજમહેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદથી વિસ્તારમાં હંગામો મચી ગયો છે.
સ્થળ પર પહોંચેલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આજે કોપીએ સૂચના આપી છે કે તાજમહેલ પાસે બૉમ્બ રાખ્યો છે. જે થોડા સમયમાં બ્લાસ્ટ થઇ જશે, આગરા પોલીસે તાત્કાલિત કાર્યવાહી કરતા સીઓ સદરની આગેવાનીમાં ટીમ સાથે તાજમહેલ પરિસરમાં ચેકીંગ અભિયાન ચલાવી તપાસ કરી.
બોમ્બની ખબર ખોટી નીકળી
આગરાના આઇજીએ કહ્યું કે, બૉમ્બની ખબર ખોટી નીકળી છે, લોકોએ ચિંતા કરવાની જરૂરત નથી. ફિરોઝાબાદથી એક વ્યક્તિએ ફોન કરી ખોટી માહિતી આપી હતી, આરોપી પકડાઈ ગયો છે અને તેની પૂછપરછ જારી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31