GSTV
Gujarat Government Advertisement

ચીન સામે તાઇવાનની સોશિયલ મીડિયા સ્ટ્રાઇક, ચીની પાઈનેપલની આયાત બંધ કરવા ઝુંબેશ શરૂ

Last Updated on March 29, 2021 by

છેલ્લા થોડા દિવસથી ચીન અને તાઈવાન વચ્ચે અનાનસ (પાઈનેપલ)ની આયાતના મુદ્દે માથાકૂટ શરૃ થઈ છે અને હવે તો સોશિયલ મીડિયા પર ફ્રીડમપાઈનેપલ નામે ઝૂંબેશ પણ શરૃ થઈ છે. વાત એમ છે કે તાઈવાનના અનાનસ જીવાણુવાળા છે એમ કહીને ચીને આયાત કરવાનું બંધ કરી દીધું છે.

પાઈનેપલ

તાઈવાનમાં શરૂ થઇ ફ્રીડમ પાઈનેપલ ઝુંબેશ

તાઈવાનનો એવો દાવો છે કે અમારા પાઈનેપલમાં કોઈ ગરબડ નથી, પરંતુ ચીન અમારા વેપાર પર પાટુ મારવા માંગે છે, માટે આવું પગલું ભર્યું છે. ચીનના આ પગલાં સામે તાઈવાનમાંથી ફ્રીડમ પાઈનેપલ ઝૂંબેશ શરૃ થઈ છે. એ ઝૂંબેશમાં તાઈવાનના પ્રેસિડેન્ટ ત્સાઈ ઈંગ વેને પણ ઝંપલાવ્યું છે અને એકથી વધારે ટ્વિટ કરી છે.

ચીને અટકાવી તાઇવાની અનાનસની ખરીદી

તાઈવાની લોકોનું કહેવું છે કે અમારા પાઈનેપલનો વેપાર તૂટે એટલે ચીનની આ ચાલ છે. એ જાણીતી વાત છે કે ચીન વર્ષોથી નાનકડા તાઈવાન પર કબજો જમાવવા માંગે છે. પણ તાઈવાન મચક આપતું નથી. તાઈવાનમાં દર વર્ષે 20 હજાર ટન અનાનસ પેદા થાય છે. તેમાંથી 10 ટકા નિકાસ થાય છે. તાઈવાનના અનાનસોનું ચીન મોટું ખરીદદાર છે. પણ ગયા મહિને ચીને ખરીદી અટકાવી દીધી છે.

આ છે નફ્ફટ ચીનની ચાલ

હવે તાઈવવાનું એવું કહેવું છે કે ચીન ન ખરીદે તો શું થયું, અમે બીજા ગ્રાહકો શોધી કાઢ્યા છે અને ત્યાં નિકાસ પણ શરૃ કરી દીધી છે. ચીની અખબારમાં લખાયું છે કે આ પ્રતિબંધ પાછળ ચીનનો મૂળ ઈરાદો તો તાઈવાનને દાબમાં રાખવાનો જ છે. ચીન ખરીદી બંધ કરે એટલે તાઈવાનમાં અનાનસના ભાવ ઘટે અને ત્યાંના ખેડૂતોને નુકસાન જાય.

એવુ ન થાય એટલા માટે તાઈવાનમાંથી સોશિયલ મીડિયા ઝૂંબેશ શરૃ થઈ, જેમાં તાઈવાન સરકારના મંત્રીઓ જોડાયા. તેમના સમર્થનમાં અમેરિકા અને કેનેડાની એમ્બેસી ઓફિસો પણ આવી. એટલે આ ઝૂંબેશ બે દેશો વચ્ચે ન રહેતા મલ્ટિનેશનલ બની ચૂકી છે. તાઈવાનની ઝૂંબેશના પરિણામે 5 હજાર ટનનો ઓર્ડર તો જાપાને આપી દીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33