GSTV
Gujarat Government Advertisement

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ : મોત બાદ પણ છવાયો સુશાંત : આ ફિલ્મને મળ્યો સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ, કંગના સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

સુશાંત

Last Updated on March 22, 2021 by

67મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ આજે એટલે કે સોમવારે બપોરે 4 વાગ્યે યોજાઈ રહ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત 3 મે 2020 ના રોજ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે આ સમારોહ આગળ વધારાયો હતો. સુશાંતની ફિલ્મ છીછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય કંગના રનૌતને આ વર્ષની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરષ્કાર મળ્યો છે. આ એવોર્ડ તેમને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે મળ્યો છે.

વિનર લિસ્ટ

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ
બેસ્ટ બુક ઓન સિનેમાઃ અ ગાંધીયન અફેરઃ ઈન્ડિયાઝ કુરિયસ પોટ્રેયલ ઓફ લવ ઈન સિનેમા, લેખક સંજય સૂરી
બેસ્ટ ક્રિટિકઃ સોહિની ચટ્ટોપાધ્યાય
સુશાંત

મનોજ વાજપેયીને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ

  • એક્ટર મનોજ વાજપેયીને ફિલ્મ ભોંસલે માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ અપાયો છે. તો તામિલ ફિલ્મ અસુરન માટે ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
  • અરુણ ચઢ્ઢાએ નોન-ફીચર ફિલ્મની જાહેરાત કરી છે
  • શ્રેષ્ઠ વર્ણન – વાઈલ્ટ કર્ણાટકા
  • શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક – વિશાખ જ્યોતિ
  • સવિતા સિંહે ફિલ્મ સૌંસી માટે બેસ્ટ સિનેમેટોગ્રાફરનો એવોર્ડ મળ્યો છે.
  • નોક નોક નોક માટે બેસ્ટ ડાયરેક્ટ સુધાંશુ સરિયા
  • શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ – રાધા
  • બેસ્ટ નોન ફિચર ફિલ્મ – એન એન્જિનિયર ડ્રીમ, હેમંત ગાબા દ્વારા નિર્મિત
  • ફિચર ફિલ્મ માટે એવોર્ડની જાહેરાત

ફિચર ફિલ્મ માટેના એવોર્ડ

  • સ્પેશ્યલ મેન્શન – બિરયાની (મલયાલમ), જોનાકી પોરવા (આસામી), લતા ભગવાન કરે (મરાઠી), પિકાસો (મરાઠી)
  • શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ – છોરિયા છોરે સે કમ નહીં
  • શ્રેષ્ઠ છત્તીસગઢી ફિલ્મ – ભુલાન દી મેજ
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – જર્સી
  • શ્રેષ્ઠ તમિળ ફિલ્મ – અસુરન
  • શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – રબ દા રેડિયો 2
  • શ્રેષ્ઠ મલયાલી ફિલ્મ – કલા નોટમ
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – બારડો
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – છિછોરે
  • બેસ્ટ ફિમેલ પ્લેબેક – બારડો ફિલ્મના ગીત રાન બેટલ માટે સાવની રવિન્દ્ર
  • બેસ્ટ મેલ પ્લેબેક – કેસરી ફિલ્મના ગીત તેરી મીટ્ટી માટે પ્રી પાક
  • શ્રેષ્ઠ અભિનેત્રી – કંગના રાનાઉતની ફિલ્મ પંગા અને મણિકર્ણિકા
  • શ્રેષ્ઠ અભિનેતા – મનોજ બાજપેયી ભોંસલે, આશુરન માટે ધનુષ
  • શ્રેષ્ઠ નિર્દેશક – ભટ્ટર હૂરેનથી સંજય પુરી સિંહ ચૌહાણ
  • શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – મહર્ષિ
  • ઇંદિરા ગાંધી એવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યૂ પિલ્મ ઓફ એ ડિરેક્ટર – હેલેન (મલયાલમ)
  • બેસ્ટ ફિચર ફિલ્મ – મલયાલમ ફિલ્મ Marakkar Arabikkadalinte- SimHamને મળ્યો છે.

જણાવી દઇએ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (67th national film awards)નું આયોજન આજે એટલે કે સોમવારે સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યુ. આ પુરસ્કારોની ઘોષણા 3મે 2020એ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેને પોસ્ટપોન કરવો પડ્યો હતો.

કોરોનાને કારણે એવોર્ડ મુલતવી રાખવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ નેશનલ મીડિયા સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ છે. પીઆઈબીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશેની સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ અગાઉ કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આજે 2019માં બનેલી ફિલ્મો માટે એવોર્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત પ્રથમ વર્ષે 3 મે, 2020 ના રોજ થવાની હતી. પરંતુ કોરોના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેને મુલતવી રાખવી પડી હતી. આપને જણાવી દઈએ કે એવોર્ડ માટેની છેલ્લી એન્ટ્રી 17 ફેબ્રુઆરી 2020 સુધી રાખવામાં આવી હતી. આ માટે રાખવામાં આવેલા માપદંડમાં, 1 જાન્યુઆરી, 2019 થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી ફિલ્મોનો સમાવેશ કરાયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33