GSTV
Gujarat Government Advertisement

સુરેન્દ્રનગરની કેજીબીવી મોડેલ સ્કૂલમાં ફૂટ્યો કોરોના બોમ્બ : 35થી વધુ વિદ્યાર્થીનીઓ અને 4 શિક્ષકો સંક્રમિત

Last Updated on April 5, 2021 by

સુરેન્દ્રનગરના ચોટીલા – થાન રોડ પર આવેલા નવા ગામની કેજીબીવી મોડેલ સ્કૂલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મોડેલ સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ અને 4 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ સ્કૂલમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42 થઈ છે. કોરોનાના કેસમાં વધારો થવાના કારણે આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ પહેલાં મોડાસા શહેરની કે.એન.શાહ હાઈસ્કૂલમાં પણ કોરોના વિસ્ફોટ સર્જાયો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ સહિત આઠ લોકો વાયરસની ઝપેટમાં આવ્યાં હતાં. કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં સ્કૂલના પ્રિન્સિપાલ, હેડક્લાર્ક, કલાર્ક, અને ચાર પટ્ટાવાળાઓ સંક્રમિત થયા હતાં. જેથી શાળામાં આવતા વિદ્યાર્થીઓ પર જોખમ વધ્યું હતું. શિક્ષણ વિભાગે પણ આ મામલે મૌન સેવ્યું છે, જો સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે. જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. કે.એન.શાહ હાઈસ્કૂલમાં કોરોના વિસ્ફોટ થવાથી વાલીઓમાં પણ ચિંતામાં મૂકાઇ ગયા હતાં. ત્યારે આજે ફરી વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણનો ફેલાવો થવા લાગ્યો છે. મોડેલ સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ અને 4 શિક્ષકો કોરોનાની ઝપેટે ચડી ગયા છે.

રાજ્યમાં 13 ઓક્ટોબર બાદ પ્રથમ વાર એક્ટિવ કેસનો આંક 15 હજારને પાર

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમ વાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.

સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૭૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૪૫-સુરત ગ્રામ્યમાંથી ૧૭૯ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં ૩,૮૬૨ એક્ટિવ કેસ છે જ્યારે કુલ કેસનો આંક ૬૭,૮૬૦ છે. અમદાવાદ શહેરમાં ૬૬૪-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭૬ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ હવે ૭૫,૨૦૭ છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨,૨૭૩ છે. વડોદરામાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૩૦૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૩૬૭ નવા કેસ સામે આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33