Last Updated on March 17, 2021 by
રાજ્યમાં ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા ભેગી થયેલી દર્શકોની ભીડ ઉપરાંત બજારોમાં લોકોની ઉમટેલી ભીડના કારણે એક વાર ફરી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધારે માત્રામાં ફેલાયું છે. દિન પ્રતિદિન સતત કેસોમાં વધારો થતો જાય છે. ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત વધતી જાય છે. એવામાં સુરતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટને બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે નાના શાકભાજીના વેપારીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જો કે, પાલિકા તંત્રની આ કામગીરી સામે શાકભાજીના વેપારીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, ‘નેતાઓના ઇશારે માર્કેટ બંધ કરાવવામાં આવ્યું છે. કોરોના કાળમાં માત્ર સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીના સમયે કોઇને કોરોના નડ્યો ન હોતો. પરંતુ સામાન્ય ધંધા-વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સામાન્ય નાગરિકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે.’
સુરતમાં બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજિયાત હોમ ક્વૉરન્ટાઈન થવું પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજિયાત હોમ ક્વૉરન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. સુરતમાં હજારો લોકો સુરત બહારથી લોકો નોકરી ધંધા માટે આવે છે આવા લોકો માટે પાલિકાના આ જાહેરનામાનું પાલન કેવી રીતે કરવું તે એક પ્રશ્ન બની રહેશે. સુરત મ્યુનિ. તંત્રએ આજે એક જાહેરનામું બહાર પાડયું છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે સુરત બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ ક્વૉરન્ટાઈન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમા અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.
કોઈ પણ લક્ષણ દેખાશે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે
આ દરમિયાન જો કોઈ પણ પ્રકારના લક્ષણ જોવાં મળશે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે. સુરત મ્યુનિ. કોવિડ સંક્રમણ અટકાવવા માટે જાતજાતના નિયમો જાહેર કરી રહી છે પરંતુ આ નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ બનાવ્યા હોય તેવું વર્તન થાય છે. સુરતનાં ચૌટા બજાર, ટેક્ષટાઈલ માર્કેટ સહિત અનેક સંસ્થાઓમાં સુરત બહારથી હજારો લોકો રોજ રોજીરોટી માટે આવે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31