Last Updated on March 23, 2021 by
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સિલવાસા હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં સાત જેટલા મજૂરો દટાયાં. જે પૈકી ચાર મજૂરોના મોત નિપજ્યાં છે. તો એક મજૂરને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો. હજી બે જેટલાં મજૂરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના શહેરના અબ્રામા રોડ પર બની છે. ત્યારે આ ઘટના અંગેની જાણ થતા જ ફાયર વિભાગને કરવામાં આવતા જ મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં
મળતી માહિતી પ્રમાણે બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં સાત જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી. જો કે આ ઘટના બાદ ઘટનાસ્થળે ટોળું એકઠું થઇ જતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આવી ઘટનાઓ વારંવાર ઘટતા અનેક સવાલો ઊભા થયાં
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી અનેક સવાલો ઊભા થાય છે. જેમ કે, આખરે કેમ વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે, બેદરકારો સામે ક્યારે પગલાં લેવાશે, આવી ઘટનાઓને કારણે સુરત સતત અવારનવાર ચર્ચામાં આવતુ હોય છે. કેટલીક વ્યક્તિઓનો જીવ ગયો તો આખરે કોની બેદરકારીથી, નિયમો તોડતા બિલ્ડરો સામે ક્યારે પગલાં લેવાશે, શા કારણોસર મજૂરોની સેફ્ટી માટે કોઈ જ સાઘનો કન્સ્ટ્રક્શન સાઈટ પર નથી હોતાં. ત્યારે વારંવાર ઘટતી આવી ઘટનાઓ ઘટવા બાદ પણ તંત્ર શું કરે છે જેવાં અનેક પ્રશ્નો મનમાં ઊભા થાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31