GSTV
Gujarat Government Advertisement

સુરતમાં કોરોનાનો ફરી ઉથલો : આફ્રિકા અને યુકેના સ્ટ્રેઈન ધરાવતા વધુ 3 દર્દીઓ મળતા તંત્ર થયું દોડતું, મ્યુનિ. કમિશ્નરે આપી ચેતવણી

Last Updated on March 9, 2021 by

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના વાઈરસે ફરી ઉથલો માર્યો છે. સુરત સહિત જિલ્લામાં દરરોજ 100 કેસ પોઝિટિવ મળી આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું છે. મહિલાઓમાં પણ કોરોનાના ચેપમાં વધારો જોવા મળ્યો છે. 100માંથી 40 મહિલાઓને કોરોના ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાઓમાં કોરોનાનું પ્રમાણ 30 ટકાથી વધીને 40 ટકા વધ્યું છે. એવામાં તાજેતરમાં જ સુરત મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘સુરતમાં જુદાં-જુદાં સ્ટ્રેન જોવા મળ્યો હોય એવાં વધુ ત્રણ દર્દીઓ સામે આવ્યાં છે. એવામાં (2 UK strain B 1.1.7/1 South Africa B 1.1.351) હું તમામને અપીલ કરું છું કે, ‘કોઇ પણ જાતની નિષ્ક્રિયતા વગર માસ્કનો ઉપયોગ કરો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો અને સાવચેતી રાખો.’ સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આ વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે.

શહેરમાં ફરીથી ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધારવાની તંત્રની તૈયારી

અત્રે નોંધનીય છે કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘શહેરમાં શાળા-કોલેજોને ત્રણ વાર નોટિસ ફટકારવા છતાં કેસ વધતા જોવા મળશે તો તેને બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પૂર્ણ થતા પ્લોટમાં એકઠાં થવા માટે હવે મંજૂરી નહીં મળે. કોરોનાના કેસો વધતા શહેરમાં ફરીથી ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં વધારવાની તંત્રએ તૈયારી કરી દીધી છે. તો વળી ત્રણથી વધુ કોરોના કેસ સામે આવશે તો ટેક્સટાઈલ્સ માર્કેટ પણ તંત્ર બંધ કરશે. શહેરમાં નવા નોંધાયેલા કેસમાં વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારી, ડાન્સ ટીચર સહિત કોરોનાક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં સેવન્થ ડે સ્કુલનો વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારી, સોફ્ટવેર એન્જિનિયર, ટેક્ષટાઈલ વેપારી, વેસ્ટ ઝોનમાં આઈટીઆઈનો વિદ્યાર્થી, રત્નકલાકાર, રિલાયન્સનો કર્મચારી, એલ એન્ડ ટી કંપનીનો કર્મચારી, વિદ્યાર્થી, પ્લાસ્ટીક સર્જન, ઈસ્ટ ઝોનમાં સોફ્ટવેર ડેવલપર, આરએમજી મહેશ્વરી સ્કુલનો વિદ્યાર્થી, સેન્ટ્રલ ઝોનમાં વેપારી, નોર્થ ઝોનમાં રીક્ષા ડ્રાઈવર અને ટેક્ષટાઈલ વેપારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

corona-variant

સુરત શહેર અને જિલ્લામાં પ્રતિ દિવસ 100 જેટલા કોરોના કેસો નોંધાઈ રહ્યાં છે

તમને જણાવી દઇએ કે, સુરત શહેર અને જિલ્લામાં પ્રતિ દિવસ 100 જેટલા કોરોના કેસો નોંધાઈ રહ્યાં છે. જેને પગલે પાલિકાએ વેપારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જ્યાં માર્કેટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેની સૂચના પણ આપવામાં આવી હતી. કોરોના પોઝિટિવ કેસોને લઈને પાલિકાએ 513 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. જ્યારે 10 હજાર 422 ઘરને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરાયા છે. શહેરની શાળાઓમાં પ્રતિ દિવસ 3થી 4 કેસો કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યાં છે. બહારગામથી આવતા લોકોમાં પ્રતિ દિવસ 4 જેટલાં લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. એવામાં જો સુરત શહેરમાં શાળા-કોલેજો અને કોંચિંગ કલાસીસમાં પણ કોરોનાના કેસો નોંધાશે તો શાળા કોલેજોને બંધ કરવાની ચીમકી પણ પાલિકાએ આપી છે. કોરોના કેસ વધતા કોલેજ- શાળામાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં 2000-2500 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં દર રોજ 3-4 બાળકોને કોરોના થતા અન્ય સ્કૂલોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

corona

સિટીમાં નવા  કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 49,રાંદેરમાં 23 અને કતારગામ અને વરાછા એમાં 10-10 કેસ છે. સીટીમાં સોસીયો સર્કલના પ્રાઇવેટ ડોકટર, યુ.એસ.એ.માં ભણતા વિદ્યાર્થી સહિત 7 વિદ્યાથી, કન્ટ્રકશન-હીરા-ટેક્સટાઇલ-રીયલ એસ્ટેટ  વ્યવસાયી સહિત 11 વ્યવયાસી, પાંડેસરામાં ટેક્સટાઇલ ડ્રેડીંગ, પ્રાઇવેટ ટયુશન શિક્ષક, હજીરાની કંપનીના જનરલ મેનેજર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. જેને પગલે આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33