GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે/ સુરતમાં શાળા-કોલેજોમાં બે હજારના થયા ટેસ્ટ : એક, બે ત્રણ નહીં આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો! મચ્યો ફફડાટ

Last Updated on March 16, 2021 by

રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે.

37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ

માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ

સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.

સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નાનપુરાખાતે રહેતા 86 વર્ષીય વૃધ્ધને  કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન તે  મોતને ભેટયા હતા.  સિટીમાં નવા 240 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 65,રાંદેરમાં 51,સેન્ટ્રલ અનેકતારગામમાં 21-21 તથા ઉધના અને વરાછા એેમાં 19-19 કેસ છે.  સીટીમાં 8 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-જરી-માર્કેટીંગ-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત 12 વ્યવયાસી, બમરોલીમાં લુમ્સ ફેકટરી,સચીનના કાપડ ફેકટરીધારક, ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ, શિક્ષક,પી.ટી સાયન્સના પ્રોફેસર તથા ઉધનામાં કાપડનાં દુકાનદાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

કોરોના

બે હજાર જેટલા વિદ્યાર્થીઓના થયા ટેસ્ટ

નવી સિવિલમાં ૨૭ દર્દીઓ પૈકી 8 ગંભીર છે. જેમાં 3 બાઇપેપ અને ૫ ઓકસીજન પર છે.  સ્મીમેરમાં 11ગંભીર પૈકી  4 બાઇપેપ અને 4 ઓક્સિજન પર છે. સિટીમાં કુલ કેસ 42,716 અને  મૃત્યુઆંક 853 છે. ગ્રામ્યમાં કુલ કેસ 13,380, મૃત્યુઆંક 287  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 56,096 અને મૃત્યુઆંક 1140 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 40,753 અને ગ્રામ્યમાં 12,875 મળીને કુલ 53,628 થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33