GSTV
Gujarat Government Advertisement

જે દુકાનમાં માલિક અને કર્મચારીઓનો નેગેટિવ રિપોર્ટ લટકાવેલો ના હોય ત્યાં ખરીદી ના કરો, સુરત પાલિકાએ આપી ચેતવણી

Last Updated on March 25, 2021 by

સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતાં પાલિકા તંત્ર રઘવાયું બન્યું છે. પાલિકા તંત્ર હવે આડેધડ નિર્ણય કરી રહી છે. તેમાં કેટલાક નિર્ણય હાસ્યાસ્પદ બહાર આવી રહ્યાં છે. પાલિકા તંત્રએ ગઈકાલે મોડી રાત્રે એક યાદી જાહેર કરી તેમાં સુરતીઓને જે વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતાં લોકોનો રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને ત્યાંથી જ ખરીદી કરવા માટે અપીલ કરી હતી.

દુકાનદારે પોતાનો અને કામદારોનો નેગેટિવ રિપોર્ટ દુકાનમાં લટકાવેલો રાખવો પડી શકે

જો સુરતીઓ પાલિકા તંત્રની અપીલનો અમલ કરે તો દુકાનદારે ગુમાસ્તા વિભાગના સર્ટીફીકેટની જેમ પોતાનો અને કામદારોનો નેગેટિવ રિપોર્ટ દુકાનમાં લટકાવેલો રાખવો પડશે. અમલ ન થાય તેવા નિયમો મ્યુનિ. તંત્ર બનાવતી હોવાથી લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

સુરત મહાનગરપાલિકાએ ગઈકાલે રાત્રે એક અખબારી યાદી જાહેર કરી હતી જેના કારણે સુરતીઓમાં મ્યુનિ.ની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયાં છે. પાલિકા તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના દરેક દુકાનદાર પાસે ગુમાસ્તાનું લાયસન્સ કે મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું લાયસન્સ નથી. સુરતમાં સંખ્યાબંધ દુકાનો મ્યુનિ.ની મંજુરી વિના ચાલી રહી છે ત્યાં મ્યુનિ. તંત્રએ દરેક દુકાનદાર પાસે કોરોનાનો નેગિટવ રિપોર્ટ હોય તેવી કામગીરી કરવા માટે સુચના આપી છે.

સુરતમાં કોરોનાના સુપર સ્પ્રેડર્સ ગણાતા દુકાનદારો પાસે કોવિડનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી

મ્યુનિ. તંત્રએ સુરતીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, સુરતમાં કોરોનાના સુપર સ્પ્રેડર્સ ગણાતા લારી, ગલ્લા તથા દુકાનદારો પાસે કોવિડનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જે દુકાનદાર અને તેમને ત્યાં કામ કરતાં કર્મચારી-કારીગરનો રિપોટ નેગેટિવ હોય ત્યાં જ ખરીદી કરવા માટે જવું જોઈએ.

મ્યુનિ. તંત્રએ જે અપીલ કરી છે તેના કારણે જો લોકો દુકાનદાર અને કામદાર પાસે નેગેટિવ રિપોર્ટ માગે તો ઘર્ષણ થવાની શક્યતા છે. આટલું જ નહીં જે લોકોએ રિપોર્ટ કઢાવ્યો હોય તેઓએ લાયસન્સની જેમ રિપોર્ટ દુકાનમાં લટકાવવો પડશે. આ ઉપરાંત કોવિડનો રિપોર્ટ કેટલો જુનો જોવાનો તે અંગે પણ મ્યુનિ. તંત્રએ કોઈ સ્પષ્ટતા કરી નથી. બોખલાઈ ગયેલું મ્યુનિ. તંત્ર આડેધડ નિયમો જાહેર કરે છે તેના કારણે લોકોની મુંઝવણ સાથે સંક્રમણ પણ વધી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33