GSTV
Gujarat Government Advertisement

સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે ભાજપ કઇ રીતે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરશે તે એક મોટો પ્રશ્નાર્થ!

remdesivir injection

Last Updated on April 9, 2021 by

એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ દર્દીઓના સગાં છેલ્લાં કેટલાંક દિવસથી રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને પરેશાન થઇ રહ્યાં છે. હોસ્પિટલોની બહાર લાંબી લાઇનો લાગે છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટે અખબારી યાદી દ્વારા જાહેરાત કરી છે કે, શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે.

બીજી બાજુ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલે પણ આવતી કાલથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત કરી છે. ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાની અછત સર્જાઇ છે. આવતી કાલ તારીખ 10 એપ્રિલથી કોરોનાના કપરા કાળ વચ્ચે હવે ઝાયડ્સ હોસ્પિટલમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં માત્ર ઝાયડસ હોસ્પિટલે જ આ અંગેની જાહેરાત કરી છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો દ્વારા કોઇ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી.

તમને જણાવી દઇએ કે, કોરોનાના કપરા કાળમાં રેમડેસિવર ઇંજેકશનની ભારે અછત સર્જાયેલી હતી તે સમયે ખૂબ જ વ્યાજબી ભાવે જરૂરીયાતમંદ દર્દીઓને રેમડેસિવિર ઇંજેકશન પૂરા પાડતી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે પણ હવે જરૂરિયાતમંદ દર્દીઓને દિલગીરી વ્યકત કરતા કહ્યું છે કે તેમની પાસેનો રેમડેસિવિર ઇંજેકશનનો જથ્થો ખતમ થઇ ગયો છે. જેથી શનિવાર 10 એપ્રિલથી ઝાયડસ હોસ્પિટલ હવે રેમડેસિવિર ઇંજેકશન નહીં આપી શકે. હાલમાં ઝાયડસ હોસ્પિટલ તરફથી જથ્થો મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંગે ઝાયડસ દ્વારા જો ઇંજેકશનનો જથ્થો મળશે તો અપડેટ આપશે તેવું જણાવાયું છે.

જો કે બીજી તરફ જ્યાં રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ આટલાં ઓછાં સમયમાં 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરશે તે એક મોટો પ્રશ્નાર્થ છે.

આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ ફેસબુક પર અને ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે આજ રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલની રુબરુ મુલાકાત લઈ દર્દી અને એમના સગાઓને પડતી તકલીફો વિશે માહિતી મેળવી હતી. અને રેમડેસીવીર ઈંજેકશનની ઉપલબધતા નિશ્ચિત કરતાં ભારતીય જનતા પાર્ટી વડે 5000 રેમડેસીવીર ઈનજેકશન સુરતની જનતાને ઉપલબ્ધ કરાવવા માટેનો ઉમદા અને તાત્કાલિક નિર્ણય લીધો હતો. દર્દીના સગાઓને આપી હતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે આજ રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલની રુબરુ મુલાકાત લઈ દર્દી…

Posted by Harsh Sanghavi on Friday, 9 April 2021

આ ઈંજેકશનનો તમામ ખર્ચ પાર્ટી વહન કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. જ્યાં જરૂર જણાશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય તો એમને વિનાનૂલ્યે પણ રેમડેસિવીર પૂરા પાડવામાં આવશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. આવતીકાલે 1000 ઈંજેકશન સુરત માટૅ ઉપલબ્ધ થશે અને એ મેળવવા માટેની પ્રક્રિયા વિશેની માહિતી આવતીકાલે સવારે જાહેર કરાશે. ભારતીય જનતા પાર્ટીનાં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેશે અને પેશન્ટ, એમનાં સંબંધીઓ અને ડોક્ટર વચ્ચે કડીરૂપ બની આ અનોખા સેવાયજ્ઞમાં જોડાશે. દર્દીન સગાઓ માટૅ જમવાની ઉત્તમ વ્યવસ્થા શરૌ કરવામાંની પણ તેમણે જાહેરાત કરી હતી.’

જો કે, એક બાજુ સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિરની અછત સર્જાઇ છે તો બીજી બાજુ આવતી કાલે 1000 ઈંજેકશન સુરત માટૅ ઉપલબ્ધ થશે એવું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સામાન્ય દર્દીઓના સગાંઓ લાઇનમાં ઊભા રહીને જ્યાં પરેશાન થઇ રહ્યાં છે તો આખરે તેઓની પાસે ઇન્જેક્શનનો આટલો જથ્થો ક્યાંથી આવ્યો અને અછતની પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે તેઓ દર્દીઓના સગાંઓને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવશે તે એક મોટો પ્રશ્ન છે. જો કે, તે તો હવે આવતી કાલે શનિવારના રોજ જોવાનું રહ્યું.’

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વી.જી. સોમાણીએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયાને સ્ફોટક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઇન્જેક્શનની અછતનો ઉલ્લેખ કરી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યાં છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના 3 શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઇન્જેક્શનની મોટા પાયે અછત પ્રવર્તી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને કારણે ઇન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી થવાની ભીતિ છે. આ પત્ર બાદ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયા સામે ટૂંક સમયમાં મોટા પગલાં લેવાય તેવા એંધાણ છે. એચ.જી. કોશિયાની નીતિ અને મિસમેનેજમેન્ટના કારણે ગુજરાતની સામાન્ય જનતા અને સરકાર બંને પરેશાન છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33