Last Updated on April 10, 2021 by
સુરતમાં હાલ કોરોનાના કેસનો રોજે રોજ વિક્રમ થઈ રહ્યો છે અને રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગત વર્ષ કરતાં પણ વધારે ખાનગી હોસ્પીટલ સાથે ટકા બેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. તેમ છતાં સ્થિતિ વધુ કાબુ બહાર જાય તેવી શક્યતાના પગલે સુરત મ્યુનિ.તંત્રએ ખાનગી નર્સિંગ હોમને પણ કોવિડ હોસ્પીટલ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર ઉપરાંત શહેરના નાના-મોટા નર્સિંગ હોમમાં પણ કોવિડ હોસ્પીટલ શરૂ કરવા માટેની તૈયારી થઈ રહી છે.
કોરોનાના કારણે સુરતમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે સિવિલ અને સ્મીમેર હોસ્પીટલ સાથે ખાનગી હોસ્પીટલ પણ કોરોનાના દર્દીથી ઉભરાઈરહી છે. લોકોને ઓક્સીજન બેડ કે વેન્ટીલેટર બેડ લેવા માટે ભલામણ કરવી પડી રહી છે. આવી સ્થિતિના કારણે સુરત મ્યુનિ.એ શહેરની 51 જેટલી હોસ્પીટલના 50 ટકા બેડ મ્યુનિ. માટે અનામત રાખવાનો કરાર કરવામાં આવ્યો છે. તેમ છતાં હજી સ્થિતિ વધુ વિકટ બની શકે તેવી ભીતી મ્યુનિ.તંત્રને છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર આગોતરૂં આયોજન કરી રહ્યું છે.
સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને પોઝીટીવ દર્દી અને કોરનાથી થતા મોતના સરકારી આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે મોટો ફેર છે અને સુરતની સ્થિતિ દિવસેને દિવસે કઠળી રહી છે. જેના કારણે કોરોનાના દર્દીઓને તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે પાલિકા તંત્ર કવાયત શરૂ કરી છે. હોસ્પિટલ તથા નાના નર્સિંગ હોમમાં પણ ઓક્સીજનની જરૂર ન હોય તેવા દર્દીઓને રાખવા માટે આયોજન થઈ રહ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં પાંચથી દસ બેડના મેટરનીટી હોમની વિગત મેળવવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં શહેરના આવા મેટરનીટી હોમમાં પણ દર્દીને સારવાર મળી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે.
આગામી એકાદ બે દિવસમાં સુરતના નર્સિંગ હોમમાં પણ કોવિડના દર્દીઓની સારવાર થતી જોવા મળશે. ઓક્સીજન બેડવાળી સુવિધા હોસ્પીટલમાં કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તેઓને ઓક્સીજનની જરૂર નથી. આવા દર્દીઓને નર્સિંગ હોમમાં સિફ્ટ કરવામાં આવશે જેથી જે દર્દીઓને ઓક્સીજનની જરૂર છે તેવા દર્દીઓ ત્વરિત સારવાર મળી શકે તેવું મ્યુનિ. તંત્ર આયોજન કરી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31