GSTV
Gujarat Government Advertisement

સુરત પોલીસનું જાહેરનામું : આ વખતે ભૂલથી પણ કોઇની પર રંગ ના ઉડાડતા નહીં તો થશો જેલ ભેગાં, અમદાવાદમાં પણ કડક પેટ્રોલિંગ

Last Updated on March 26, 2021 by

ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદનું પોલીસ તંત્ર અને મ્યુનિ. તંત્ર એલર્ટ થઇ ગયું છે. એવામાં તાજેતરમાં જ આવતા તહેવાર હોળી-ધૂળેટીની ઉજવણી પર સખ્ત નિયંત્રણો લગાવી દેવામાં આવ્યાં છે. તો તાજેતરમાં સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી જો આ વખતે ધૂળેટીના દિવસે કોઇ પણ વ્યક્તિ જો જાહેરમાં રંગ છાટશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો જેલ ભેગાં થવાનો વારો આવશે.

ધાર્મિક વિધિ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ કરી શકશે

સુરત પોલીસે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે, ‘આ વખતે મર્યાદિત સંખ્યા સાથે જ શહેરમાં હોળી પ્રગટાવી શકાશે. લોકો હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ કરી શકશે. હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત પણ ના થવાની સૂચના આપી છે. કોરોનાની ચુસ્ત ગાઈડ લાઇનનું પાલન કરવા માટેની પણ આયોજકોને તાકીદ કરવામાં આવી છે.

આવતા જતા રાહદારીઓ પર રંગ નાખવા પર પ્રતિબંધ

ધૂળેટીના દિવસે શહેરમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે આવતા જતા રાહદારીઓ પર રંગ અથવા પાણી નાખવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ સિવાય તેઓએ જાહેરનામામાં જણાવ્યું કે, હોળી ધૂળેટીના પૈસા લોકો પાસેથી ઉઘરાવી શકાશે નહીં. જાહેર રસ્તા ઉપર આવતા જતા વાહન ચાલકોને રોકી રંગ ઉડાડવા અથવા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વર્ષે કોરોનાને કારણે પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ આપવા માટેની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ ઉપર કે કોઈ પણ સ્થળે રંગ સાથે કે ટોળાં સાથે ધૂળેટી રમતાં લોકો મળી આવશે તો જાહેરનામાંના ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં પણ કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ શહેર પોલીસમાં કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે અને પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ ફાળવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ધૂળેટીએ સવાર-સાંજ સઘન પેટ્રોલિંગ સાથે પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ કરવામાં આવનાર છે. પોલીસ કમિશનરે હોળી-ધૂળેટી સંદર્ભે જાહેરનામું બહાર પાડતાં નિયમ ભંગ કરનાર નાગરિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

હોળી પરંપરાગત રીતે મર્યાદીત સંખ્યા સાથે પ્રગટાવી શકાશે

હોળી પરંપરાગત રીતે મર્યાદીત સંખ્યા સાથે પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધી પણ કરી શકાશે. હોળી-દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33