Last Updated on March 23, 2021 by
સુરતમાં પાલિકાની મુખ્ય કચેરી બહાર જિમ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. પાલીકા કચેરી બહાર જ અવનવા સ્ટેપ્સ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુગલીસરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરી બહાર મોટી સંખ્યામાં જીમના સંચાલકોએ ઘેરાવ કર્યો હતો..જીમ શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરવામાં આવી હતી. જો માંગણી નહીં સ્વીકરવામાં આવે તો સુરતના 2 હજાર જેટલા જીમના સંચાલકો કચેરી બહાર વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
જીમના સંચાલકો કચેરી બહાર વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જીમ બંધ કરી દેવાતા આજે જીમના સંચાલકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા. જીમ બંધ થતાં અનેક લોકોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. લોકોની રોજગારી ફરી શરૂ કરવાની માગણી જીમ સંચાલકોએ કરી હતી. મહાનગરપાલિકા ખાતે મોરચો આવતા ટ્રાફિકજામ થઇ ગયો હતો.
મહાનગરપાલિકા ખાતે મોરચો આવતા ટ્રાફિકજામ થઇ ગયો
જીમ બંધ કરવાના સુરત મહાનગરપાલિકાના નિર્ણયથી નારાજ જીમ સંચાલકો અને જીમના કર્મચારીઓ આજે બપોરે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલસરાઈ સામે આશ્ચર્યજનક દેખાવો કર્યા હતા.
કોરોનાના કારણે જીમ ઘણા મહિનાઓ બંધ રહ્યા બાદ થોડા સમય પહેલા જ ખોલવામાં આવ્યા હતા પરંતુ શહેરમાં ફરી કોરોનાના કેસો વધતા સુરત મનપા દ્વારા જિમ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંગે જિમ સંચાલકોમાં નારાજગી દેખાઈ હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31