Last Updated on March 24, 2021 by
સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેકશન કરતી ગાડીના ચાલક દ્વારા કૌભાંડ આચવામાં આવી રહ્યું હોવાંની ઘટના સામે આવી છે. જેમાં કચરા ભરેલી ગાડીમાં પાણી નાખીને વજન વધારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયો સુરતના ભેસ્તાન વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કચરા કૌભાંડની સમગ્ર ઘટના કેદ કરાઈ છે. કાંટા પર વજન વધારવા માટે પાણી નાખવામાં આવતું હોવાનું ખુદ ચાલકે જાતે કબૂલાત કરી છે.
કોન્ટ્રાકટરને ઘન કચરાના વજન પર પાલિકા વળતર ચુકવણી કરે છે. જેમાં વધુ વળતર મેળવવાની લ્હાયમાં કચરામાં પાણી નાખીને વજન વધારવા માટે આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને કોન્ટ્રાક્ટરોની કામગીરી હવે શંકાના દાયરામાં આવી ગઇ છે ત્યારે આ વાયરલ વીડિયો હાલમાં સુરત પાલિકા કમિશનર માટે તપાસનો વિષય બન્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31