Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સહિતના મહાનગરો એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આવતી કાલથી રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે.
અમદાવાદમાં પણ આવતી કાલથી રાત્રિ કરફ્યુ લંબાવાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પણ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફર્યું રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારે તમામ મોલ અને સિનેમા થિયેટરો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.
રાજ્યમાં શાળા-કોલેજોનું ઓફલાઇન શિક્ષણ પણ બંધ
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
બીજી તરફ 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારો માટે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે. મતલબ કે જો શાળા સંચાલકો અને વાલીઓ ઇચ્છે તો બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ જઇ શકશે. બીજી તરફ તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરાશે. આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતની
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થતિ રાજયમાં સુરતની છે. જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે. ગુજરાતમાં સક્રિય કેસો પણ 5684 એ પહોંચ્યા છે. 899 નવા દર્દીઓ સાજા થયા બાદ કુલ 2,72, 332 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે થયું છે.
અત્યાર સુધીમાં કુલ 24,13,350 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,67,671 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,37,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું.
તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરતમાં 2-1 દર્દીઓના મોત થયા છે. સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા છે. વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. આમ, 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ ભારે વણસી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31